• વરસાદના કારણે થોડા સમય માટે મેચ રોકવામાં આવી
  • ડકવર્થ લુઈસ નિયમ અનુસાર પાકિસ્તાને જીત મેળવી
  • શાહીન આફ્રિદીની ત્રણ, શાદાબ ખાનની બે વિકેટ 

સુપર-12 રાઉન્ડના 24માં મુકાબલામાં પાકિસ્તાને દ.આફ્રિકાને 33 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ પાકિસ્તાન T20 વર્લ્ડકપ 2022માં સેમિફાઈનલની રેસમાં હજી યથાવત રહ્યું છે. વરસાદના કારણે થોડા સમય માટે મેચ રોકવામાં આવ્યા બાદ ડકવર્થ લુઈસ નિયમ અનુસાર દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા 14 ઓવરમાં 142 રનના ટાર્ગેટ સામે આફ્રિકન ટીમ 9 વિકેટના નુકસાને માત્ર 108 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ સૌથી વધુ ત્રણ અને શાદાબ ખાને બે વિકેટ ઝડપી હતી.

આફ્રિકાને જીતવા 186 રનનો ટાર્ગેટ

T20 વર્લ્ડકપમાં સેમિફાઈનલની રેસમાં બન્યા રહેવા અત્યંત જરૂરી આજના મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીતવા 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય 

આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 24માં મુકાબલામાં પાકિસ્તાનનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણ આફ્રિકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમની પ્લેઇંગ 11:

પાકિસ્તાન:

મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ

દક્ષિણ આફ્રિકા:

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલી રોસોઉ, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઇન પાર્નેલ, કાગીસો રબાડા, લુંગી એનગિડી, એનરિચ નોર્ટજે, તબરેઝ શમ્સી

  • Follow us on: