- સુપર-12 રાઉન્ડમાં નેધરલેન્ડની પહેલી જીત
- બંને ટીમો સેમિફાઈનલની રેસમાંથી બહાર
- મેક્સ ઓડાઉડની ફિફ્ટી, ટોમ કૂપરના 32 રન
T20 વર્લ્ડકપ સુપર-12 રાઉન્ડમાં આજે રમાયેલ પહેલા મુકાબલામાં નેધરલેન્ડે ઝિમ્બાબ્વેને 5 વિકેટે હરાવ્યું હતું. નેધરલેન્ડ તરફથી મેક્સ ઓડાઉડે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા, જ્યારે ટોમ કૂપરે 32 રનનું યોગદાન આપ્યું હતું.
નેધરલેન્ડને જીતવા 118 રનનો ટાર્ગેટ
સુપર-12 રાઉન્ડના 22માં મુકાબલામાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઝીમ્બાબ્વેએ 117 રન બનાવ્યા હતા અને નેધરલેન્ડને જીતવા 118 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઝીમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ સૌથી વધુ 40 રન બનાવ્યા હતા, જ્યારે નેધરલેન્ડ તરફથી પોલ વાન મીકરેને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 22માં મુકાબલામાં ઝિમ્બાબ્વેનો સામનો નેધરલેન્ડ સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ઝિમ્બાબ્વેના સુકાની ક્રેગ એર્વિને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નેધરલેન્ડને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11:
ઝિમ્બાબ્વે:
વેસ્લી માધવેરે, ક્રેગ એર્વિન (કેપ્ટન), રેગિસ ચકાબ્વા (વિકેટકીપર), સીન વિલિયમ્સ, સિકંદર રઝા, મિલ્ટન શુમ્બા, રેયાન બર્લ, લ્યુક જોંગવે, ટેન્ડાઈ ચતારા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની
નેધરલેન્ડ:
સ્ટેફન માયબર્ગ, મેક્સ ઓડાઉડ, ટોમ કૂપર, કોલિન એકરમેન, બાસ ડી લીડે, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), રોએલોફ વાન ડેર મેર્વે, લોગન વાન બીક, ફ્રેડ ક્લાસેન, પોલ વાન મીકરેન, બ્રાન્ડોન ગ્લોવર