- રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી
- નિવૃતિ લેવાનો આ જ શાનદાર સમયઃ રોહિત શર્મા
- રોહિતે 159 ટી-20 મેચમાં 4231 રન બનાવ્યા
ભારતે શનિવારે દક્ષિણ આફ્રિકાને કારમી હાર આપીને T20 વર્લ્ડકપ જીત્યો હતો. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન એક પછી એક બે ભારતીય ક્રિકેટરોએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પહેલા વિરાટ કોહલીએ કહ્યું કે આ તેની છેલ્લી T20 ક્રિકેટ મેચ હતી, જ્યારે થોડા સમય બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ICCએ પણ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ જાણકારી આપી છે. ICCએ લખ્યું, "વિરાટ કોહલી બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે."
17 વર્ષ બાદ ભારતે મેળવી જીત
હકીકતમાં, 37 વર્ષીય રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતે T20 વર્લ્ડકપ જીત્યો. આ સાથે ભારતે ચોથી વખત વર્લ્ડકપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 140 કરોડ ભારતીયોને ઉજવણી કરવાની સુવર્ણ તક મળી. પરંતુ આ પછી કોહલી અને રોહિતની T20માંથી નિવૃત્તિથી ક્રિકેટ ચાહકોને આંચકો લાગ્યો છે. રોહિતે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, "આ મારી છેલ્લી રમત પણ હતી. ગુડબાય કહેવા માટે આનાથી સારો સમય ન હોઈ શકે. હું તેને (ટ્રોફી) ખૂબ જ ખરાબ રીતે ઇચ્છતો હતો. તેને શબ્દોમાં મૂકવું ખૂબ મુશ્કેલ છે. હું આવું ઈચ્છું છું અને હું ખૂબ જ ખુશ હતો કે આ વખતે અમે તેને પાર કર્યું.
https://www.instagram.com/p/C80CuJYoRIa/
આવું છે રોહિતનું T20 રેકોર્ડ કાર્ડ
રોહિત શર્માએ ભારત માટે 159 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 32.05ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઈક રેટથી 4231 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 5 સદી અને 32 અડધી સદી છે. આ ફોર્મેટમાં તેનો મહત્તમ સ્કોર અણનમ 121 રન છે. તે 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ એક ભાગ હતો અને ભારત માટે બે T20 વર્લ્ડ કપ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. રોહિતે 2007ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારત માટે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. ભારતીય ટીમે 2022 T20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાન માર્યું હતું, પરંતુ ટીમને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એક વર્ષ પછી રોહિતના નેતૃત્વમાં ટીમ ઘરની ધરતી પર 50 ઓવરના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી અને અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ.
રોહિતની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
- કુલ T20 મેચઃ 159
- રન : 4231
- સરેરાશ: 32.05
- સ્ટ્રાઈક રેટ: 140.89
- સદી: 5
- પચાસ: 32
- સિક્સ: 205
- ફોર: 383