• સુપર 8માં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હારવ્યું
  • આ મેચમાં ગુરબાઝ અને ઈબ્રાહિમે શાનદાર ઈનિંગ રમી
  • આ મેચમાં ગુલબદીને 4 અને નવીને 3 વિકેટ ઝડપી હતી

આજે T20 વર્લ્ડકપમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાને વિશ્વ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવીછે.

આ મેચમાં અફઘાનિસ્તાને કાંગારૂ ટીમને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે પહેલા ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ સરળ માનવામાં આવતું હતું પરંતુ કોને ખબર હતી કે અફઘાનિસ્તાનની ખતરનાક બોલિંગ લાઇન-અપ સામે કાંગારૂ ટીમ શરણાગતિ સ્વીકારશે. કાંગારૂ ટીમ અફઘાનિસ્તાનના બોલરો સામે પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી.

ઓસ્ટ્રેલિયાની હારનો આ ટર્નિંગ પોઈન્ટ

આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરી હતી. ચાહકોને લાગી રહ્યું હતું કે મેક્સવેલ ફરી એકવાર ODI વર્લ્ડકપ 2023ના ઈતિહાસનું પુનરાવર્તન કરી શકે છે પરંતુ નૂર અહેમદે ગુલબદીનના બોલ પર મેક્સવેલનો શાનદાર કેચ લીધો હતો. જેના કારણે મેક્સવેલ 59 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી મેચની દિશા બદલાઈ ગઈ હતી. મેક્સવેલના કેચને મેચનો મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવ્યો હતો. જો મેક્સવેલ અંત સુધી ક્રિઝ પર રહ્યો હોત તો કદાચ મેચનું પરિણામ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં આવ્યું હોત.

અફઘાનિસ્તાનની જીતનો હીરો

અફઘાનિસ્તાનની જીતમાં ગુલબદીન, નવીન-ઉલ-હક, ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાને મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રથમ બેટિંગ કરતા ગુરબાઝ અને ઈબ્રાહિમે ફિફ્ટી ફટકારી ટીમને 148 રન સુધી પહોંચાડી હતી. ગુરબાઝે 60 રનની ઇનિંગ રમી હતી અને ઇબ્રાહિમે 51 રનની ઇનિંગ રમી હતી. આ પછી ગુલબદ્દીન અને નવીન ઉલ હકે બોલિંગમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઘુંટણીએ લાવી દીધા હતા. આ મેચમાં ગુલબદીને 4 અને નવીને 3 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: