- રાહુલ દ્રવિડ અને અજીત અગરકર રોહિત શર્માને મળ્યા
- T20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાના સ્થાનને લઈને ચર્ચા
- એપ્રિલના અંતમાં થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત
આગામી T20 વર્લ્ડકપ 2024 માટે BCCI ટુંક સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. ફેન્સની નજર ટીમ ઈન્ડિયામાં કોને તક મળશે તેના પર ટકેલી છે. જ્યારે બીજી તરફ IPL 2024 પર ટીમ ઈન્ડિયાના પંસદગીકારોની નજર છે. જે ખેલાડીઓ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. એક અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ અને BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ભારતીય કપ્તાન રોહિત શર્મા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડકપમાં સ્થાન માટે ચર્ચા થઈ હતી.
વાસ્તવમાં હાર્દિક પંડ્યાનું IPL 2024માં ખાસ પ્રદર્શન રહ્યું નથી. જોકે, હાર્દિકે બેટિંગમાં એવરેજ પ્રદર્શન કર્યું છે પરંતુ તેમની બોલિંગ ચિંતાનો વિષય છે. ગત સપ્તાહમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાર્દિક પંડ્યાને નિયમિત રીતે IPL 2024માં બોલિંગ કરવાની છે. આનો અર્થ છે કે, હાર્દિકને T20 વર્લ્ડકપમાં સ્થાન મેળવવું હશે તો બેટિંગની સાથે સારી બોલિંગ પણ કરવી પડશે.













