- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
- ઘણા મોટા ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર
- દીપક ચહર ભારતીય ટીમમાં વાપસી કરવા માટે તૈયાર
ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. બીજી તરફ ભારતીય ટીમના ઘણા મોટા ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર છે, જેમની ખોટ ટીમમાં વર્તાઈ રહી છે. ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા તેના T20 વર્લ્ડકપ 2024ના અભિયાનની તૈયારી શરૂ કરશે.
હાલમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને દીપક ચહર ઈજાના કારણે ટીમની બહાર છે. હવે આમાંથી એક ખેલાડી ફિટ થઈ ગયો છે અને મેદાનમાં પરત ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
દીપક ચહર ફિટ
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર દીપક ચહર ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. આ પછી, અંગત કારણોસર દીપક ચહર સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે રમાયેલી T20 સિરીઝ ચૂકી ગયો હતો. હવે દીપક ચહર સંપૂર્ણપણે ફિટ છે અને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે હવે T20 વર્લ્ડકપ 2024 પહેલા કોઈ T20 મેચ બાકી નથી. આવી સ્થિતિમાં હવે દીપક ચહરે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમમાં વાપસી કરવા માટે IPL 2024માં પોતાને સાબિત કરવો પડશે.
અંગત કારણોસર ટીમમાંથી બહાર
એક રિપોર્ટ અનુસાર, દીપક ચહરે કહ્યું કે તે અંગત કારણોસર T20 સિરીઝ રમી શક્યો નથી પરંતુ હવે તેણે NCAમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. દીપક ચહર હવે IPL 2024 અને T20 વર્લ્ડકપ 2024 રમવા માટે તૈયાર છે. દીપક ચહરે જણાવ્યું કે તેમના પિતાની તબિયત ખરાબ હતી જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેને પરિવાર સાથે રહેવું પડ્યું હતું. આ દરમિયાન દીપક ચહરે એક મહિના સુધી પ્રેક્ટિસ પણ કરી ન હતી, જેના કારણે દીપક અફઘાનિસ્તાન સાથે રમાતી T20 સિરીઝ માટે તૈયાર નહોતો. અગાઉ ઈજાના કારણે દીપક ચહર છેલ્લા બે વર્લ્ડકપ રમી શક્યો ન હતો, પરંતુ આ વખતે દીપક T20 વર્લ્ડકપ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.