• ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે
  • આ મેચ પહેલા બંને ટીમો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે
  • આ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટને ભારતના વખાણ કર્યા

ટી20 વર્લ્ડકપ 2024માં આવતીકાલે રાત્રે 8 વાગ્યે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે. આ મેચ જીતીને બંને ટીમો ટાઈટલ મેચની ટિકિટ મેળવવા ઈચ્છશે. બંને ટીમો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારતીય ટીમ પર આવી કોમેન્ટ કરી છે, જેને માઈન્ડ ગેમ તરીકે જોવામાં આવી રહી છે. જાણો ઈંગ્લેન્ડના કેપ્ટને શું કહ્યું.

ભારતની રમતના વખાણ કર્યા

ઈંગ્લેન્ડના કેપ્ટને ભારતીય ટીમની રમતની પ્રશંસા કરી છે. જોસ બટલરે કહ્યું કે ભારત આક્રમક રીતે રમે છે. હું જાણું છું કે ભારત આક્રમક રીતે રમશે. અમે એ જ રીતે રમીશું જે રીતે અમે રમતા હતા. અમારી વચ્ચે સારી કોમ્પિટિશન થશે.

 

અગાઉના પ્રદર્શનની યાદ અપાવી

મીડિયા સાથે વાત કરતી વખતે ઈંગ્લેન્ડના કેપ્ટને માઈન્ડ ગેમ રમી અને ભારતને પાછલી હારની યાદ અપાવી. તેણે કહ્યું કે 2022નો વર્લ્ડ કપ બેસ્ટ યાદોમાંની એક છે. અમે તે મેચમાં સારું રમ્યા જેના કારણે અમારો રસ્તો સરળ બન્યો. પરંતુ આ વખતે ભારત જે આક્રમક સ્ટાઈલમાં રમી રહ્યું છે તે જોતાં અમારા ખેલાડીઓએ સાવધાન રહેવું જોઈએ.

2022ના વર્લ્ડકપમાં ભારતને કર્યો હતો હારનો સામનો

2022ના વર્લ્ડકપમાં ભારત અને ઈંગ્લેન્ડ માત્ર સેમીફાઈનલમાં જ સામસામે હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ઓપનર કેએલ રાહુલે 5 બોલમાં 5 રન અને રોહિત શર્માએ 28 બોલમાં 27 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન, સૂર્યકુમાર યાદવે 10 બોલમાં 14 રન, હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રન બનાવ્યા હતા. જ્યારે ઋષભ પંતે 4 બોલમાં 6 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના બોલર ક્રિસ જોર્ડને 3 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેળવી હતી જીત

ભારતે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનર જોસ બટલરે 49 બોલમાં 80 રન અને એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન ફટકારીને ભારતને એકતરફી પરાજય આપ્યો હતો. બંને ખેલાડીઓએ 169 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં મેળવી લીધો હતો. ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, આર અશ્વિન અને હાર્દિક પંડ્યા ઘણા મોંઘા સાબિત થયા.


  • Follow us on: