• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે વોર્મ-અપ મેચ
  • વોર્મ-અપ મેચમાં રોહિત અને સેમસન ફ્લોપ રહ્યા હતા

T20 વર્લ્ડકપની તૈયારી માટે તમામ ટીમો વોર્મ-અપ મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયાને તેની તૈયારીઓ માટે માત્ર એક જ મેચ મળી છે. આ મેચ બાંગ્લાદેશ સામે છે. વોર્મ-અપ મેચો ટીમોની સજ્જતા જાહેર કરશે. ન્યૂયોર્કમાં શનિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. આ મેચમાં રોહિત શર્મા સાથે સંજુ સેમસન ઓપનિંગ કરવા આવ્યો હતા. જોકે, બંને બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા.

સંજુ સેમસન માત્ર 6 બોલ રમી શક્યો, 1 રન બનાવ્યો

સંજુ સેમસન વોર્મ અપ મેચમાં માત્ર 6 બોલ જ રમી શક્યો હતો. તેણે માત્ર 1 રન બનાવ્યો હતો. શૌરીફુલ ઈસ્લામે તેને બીજી ઓવરના પાંચમા બોલ પર LBW કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હાર્ડ લેન્થ બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કરતી વખતે સંજુએ ભૂલ કરી અને તેની વિકેટ ગુમાવી દીધી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન રોહિત શર્માએ સંજુને ઓપનિંગ કરાવવાનો પ્રયોગ કર્યો, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો.

કેપ્ટન રોહિત શર્મા પણ ફ્લોપ રહ્યો હતો

આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા પણ ફ્લોપ રહ્યો હતો. રોહિતે 19 બોલમાં માત્ર 23 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતને 7મી ઓવરમાં રિશાદ હુસૈનના હાથે કેચ આઉટ કરીને મહમુદુલ્લાહએ પેવેલિયન મોકલ્યો હતો. બંને બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

વિરાટ કોહલી આઉટ

વિરાટ કોહલી આ મેચમાં નથી રમી રહ્યો. થાકને કારણે તેણે બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ કોહલી ન્યૂયોર્ક પહોંચ્યો છે. કોહલીના વોર્મ-અપ મેચ ન રમવાથી ભારતીય ચાહકો ચોંકી ગયા છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 5 જૂને આયર્લેન્ડ સામે રમાનાર મેચમાં ઓપનિંગ કરી શકે છે.

  • Follow us on: