• પાકિસ્તાને હજુ સુધી T20 વર્લ્ડકપ ટીમની જાહેરાત કરી નથી
  • પાકિસ્તાન 25 મેના રોજ ટીમની જાહેરાત કરે તેવી સંભાવના છે
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યુયોર્કમાં થશે ટક્કર

ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિતની મોટાભાગની ટીમોએ T20 વર્લ્ડકપ માટે પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાની ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. વાસ્તવમાં T20 વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આયોજિત થવાની છે. પાકિસ્તાન તેના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 6 જૂનથી કરશે. તે જ સમયે, ભારત અને પાકિસ્તાનની ટીમો 9 જૂને ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે.

T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત ક્યારે થશે?

તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરી હતી. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમમાં 18 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝ રમાઈ છે. તે જ સમયે, આજેથી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 T20 મેચોની સિરીઝની પ્રથમ મેચ રમાશે. પરંતુ હજુ સુધી સવાલ એ છે કે T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાની ટીમના ખેલાડીઓના નામની જાહેરાત ક્યારે થશે? વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે ઇંગ્લેન્ડ સામે રમી રહેલી પાકિસ્તાનની ટીમમાં વધુ ફેરફારની સંભાવના નથી, તેથી આમાંથી મોટાભાગના ખેલાડીઓ T20 વર્લ્ડકપમાં રમતા જોવા મળશે. પાકિસ્તાનની ટીમ રિપોર્ટ અનુસાર 25 મેની જાહેર થવાની સંભાવના છે.

પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામેની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, સૈમ અયુબ, સલમાન અલી આગા , શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી અને ઉસ્માન ખાન

પાકિસ્તાન આ ટીમોનો સામનો કરશે...

ભારત, આયર્લેન્ડ, યુએસએ અને કેનેડાની સાથે પાકિસ્તાનને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 9 જૂને સામસામે ટકરાશે. આ પહેલા, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં તેની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.

  • Follow us on: