• પીસીબીએ ઓફિશિયલ રીતે જાહેર કર્યા નવા હેડ કોચ
  • અઝહર મહમૂદ પાકિસ્તાન માટે 164 ઈન્ટરનેશનલ મેચ રમ્યા
  • 162 વિકેટ સાથે કુલ 2421 રન પણ બનાવી ચૂક્યા છે

આઈસીસી ટી20 વિશ્વકપથી પહેલા પાકિસ્તાનની ટીમમાં એક વધારે ફેરફાર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ પહેલા જ પોતાનો કેપ્ટન બદલી ચૂકી છે. પીસીબીએ એકવાર ફરીથી શાહિન આફ્રિદી પાસેથી આ જવાબદારી છીનવી લીધી છે અને બાબર આઝમને સોંપી છે. આ સમયે પાકિસ્તાનમાં એક મોટો ફેરફાર આવ્યો છે. પાકિસ્તાને ટી20 વિશ્વકપથી પહેલા પોતાના હેડ કોચ પણ બદલી દીધા છે. આ વાતને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે પાકિસ્તાનના હેડકોચ બદલાવવાના છે. પહેલા તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોટ્સનને હેડકોચ બનાવવાની વાત ચાલી રહી હતી. આ પછી આઈસીસી વિશ્વકપ 2011ના સમયે ભારતીય ટીમના હેડ કોચ રહી ચૂકેલા સાઉથ આફ્રિકી દિગ્ગજ ગેરી કર્સ્ટનને પણ પાકિસ્તાનના હેડકોચ બનાવવાની વાત ચાલી રહી હતી. હવે પાકિસ્તાને આ બંને ખેલાડીઓ સિવાય અન્ય એક વ્યક્તિને હેડ કોચ બનાવી લીધા છે.

 

કયા ખેલાડીને મળી આ જવાબદારી

પાકિસ્તાન ક્રિકેટ ટીમે ટી20 વિશ્વકપ પહેલા મોટી ચાલ ચાલી છે. આ ચાલ પાકિસ્તાન પર ભારે પડશે કે પછી તેનો ફાયદો મળશે. આ તો સમય જ બતાવશે. પાકિસ્તાને પોતાના દેશના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર અઝહર મહમૂદને હેડકોચ તરીકે પસંદ કરી લીધા છે. આશા રાખવામાં આવી રહી છે કે પાકિસ્તાન કોઈ વિદેશી ખેલાડીને પોતાના હેડકોચ બનાવશે. જેથી પાકિસ્તાન આંતરિક પોલિટિક્સથી સાવધાન રહે પણ પાકિસ્તાને એકવાર ફરીથી દેશના પૂર્વ ખેલાડીને હેડ કોચ તરીકે પસંદ કરી લીધા છે. અઝહર મહમૂદે પાકિસ્તાનના માટે કુલ 164 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયે તેઓએ 162 વિકેટ લઈધી અને સાથે 2421 રન પણ બનાવ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે પૂર્વ ખેલાડીની પાસે ઘણો અનુભવ છે.

ક્યાં સુધી રહેશે હેડ કોચનો કાર્યકાળ

પીસીબીએ ઓફિશિયલ રીતે જાહેરાત કરી છે કે અઝહર મહમૂદ પાકિસ્તાનના નવા હેડ કોચ રહેશે. એવામાં ધ્યાન રાખવાની વાત એ છે કે અઝહરને હાલમાં ફક્ત ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે હેડકોચના રૂપમાં પસંદ કરાયા છે. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડમાં 5 મેચની ટી20 સીરીઝ રમવાની છે. આ સીરીઝની શરૂઆત 18 એપ્રિલથી થવાની છે. સીરીઝની પહેલી મેચ 18 એપ્રિલે થશે અને બીજી મેચ 20 એપ્રિલે રમાશે. આ પછી ત્રીજી મેચ 21 એપ્રિલે, ચોથી મેચ 25 એપ્રિલે અને છેલ્લી મેચ 27 એપ્રિલે રમાશે. ટી20 વિશ્વ કપના આધારે આ સીરીઝ ખાસ રહેશે. એવામાં ધ્યાન રાખવાની વાત છે કે અઝહરના હેડ કોચ રહેવાની સાથે પાકિસ્તાન આ સીરીઝ જીતી શકશે કે નહીં.

ઉલ્લેખનીય છે કે ફક્ત પાકિસ્તાનના હેડકોચ જ નહીં પણ ટીમ મેનેજમેન્ટના અન્ય પદ માટે આ ખેલાડીને જવાબદારી સોંપવામાં આવી છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝને સીનિયર ટીમ મેનેજરના રૂપમાં પસંદ કરાયા છે. મોહમ્મદ યૂસુફને બેટિંગ કોચની જવાબદારી મળી છે. આ સિવાય સ્પિન બોલર કોચના રૂપમાં સઈદ અજમલની પોતાની ભૂમિકા પણ ચાલુ જ રહેશે.


  • Follow us on: