• ટીમ ઈન્ડિયા 1 જૂને બાંગ્લાદેશ સાથે વોર્મ અપ મેચ રમશે
  • ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નેટ્સમાં પરસેવો પાડ્યો
  • આ દરમિયાન રોહિતે શિવમ દુબેના બોલનો સામનો કર્યો

ટીમ ઈન્ડિયા 1 જૂને બાંગ્લાદેશ સાથે વોર્મ અપ મેચ રમવા જઈ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નેટ્સમાં જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા તમામ ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યો છે. રોહિત શર્મા નેટ્સ પર એક ખેલાડી સાથે સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. રોહિતે યુવા ખેલાડીને નેટ્સમાં બોલિંગ કરવા અંગે ખાસ ટિપ્સ પણ આપી હતી. જે બાદ ચાહકોને આશા છે કે રોહિત આ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.

રોહિતે શિવમ દુબેના બોલનો સામનો કર્યો

આ વખતે ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. દુબે વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ વખત રમતા જોવા મળશે. શિવમ દુબેએ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. જેના કારણે તેને વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે શિવમે IPLમાં બોલિંગ કરી ન હતી, પરંતુ હવે દુબે વર્લ્ડકપ પહેલા નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. વોર્મ-અપ મેચ પહેલા શિવમ દુબેએ નેટ્સમાં જોરદાર બોલિંગ કરી અને કેપ્ટન રોહિતે દુબેની બોલિંગનો સામનો કર્યો. આ દરમિયાન રોહિતે દુબેને બોલિંગની કેટલીક ટિપ્સ પણ આપી હતી.

કોહલી હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સિવાય તમામ ખેલાડીઓ ન્યૂયોર્ક પહોંચી ગયા છે. વિરાટ હજુ સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાયો નથી. ફેન્સ વિરાટની ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની રાહ જોઈ રહ્યા છે. IPL 2024 પછી વિરાટે થોડો બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. IPL 2024માં કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPL 2024માં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. વિરાટે IPL 2024માં 15 મેચ રમીને 741 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના બેટથી સદી પણ ફટકારી હતી. હવે ચાહકો વિશ્વ કપમાં પણ વિરાટ પાસેથી આવા શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.

  • Follow us on: