• આજે સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઈનલ મેચ
  • ટોસ જીતીને અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
  • આ મેચમાં અફઘાનિસ્તાન 56 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું

T20 વર્લ્ડકપમાં આજે પ્રથમ સેમિફાઇનલ મેચ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. સાઉથ આફ્રિકાની ખતરનાક બોલિંગ સામે અફઘાનિસ્તાનના બેટ્સમેનો વધુ સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા. અફઘાનિસ્તાને પાવર પ્લેમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં અફઘાનિસ્તાનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

અફઘાનિસ્તાને શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો

આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઓવરથી જ અફઘાનિસ્તાનની વિકેટો પડવા લાગી. એક પછી એક વિકેટો પડતી રહી. અફઘાનિસ્તાનની ટીમે પાવર પ્લેમાં જ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. અફઘાનિસ્તાન T20 વર્લ્ડકપની સેમી ફાઈનલ મેચના પાવરપ્લેમાં 5 વિકેટ ગુમાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

અફઘાનિસ્તાન 56 રનમાં ઓલઆઉટ

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના 10 બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. સાઉથ આફ્રિકાના બોલરોએ ખૂબ જ ચુસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાનના બેટ્સમેનોને જરા પણ હાથ ખોલવાની તક આપવામાં આવી ન હતી. સાઉથ આફ્રિકા તરફથી બોલિંગ દરમિયાન માર્કો યાન્સન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ ઝડપી હતી. આ સિવાય કાગિસો રબાડાએ 2 અને એનરિકે પણ 2 વિકેટ લીધી હતી.

  • Follow us on: