• તમામ ટીમો T20 વર્લ્ડકપ 2024ની તૈયારીઓમાં વ્યસ્ત
  • સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડકપ માટે નવી જર્સી લોન્ચ કરી
  • T20 વર્લ્ડકપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાશે

તમામ ટીમો આગામી T20 વર્લ્ડકપ 2024ની તૈયારીઓમાં વ્યસ્ત છે. હાલમાં મોટાભાગની મોટી ટીમોના ખેલાડીઓ IPL 2024માં ધૂમ મચાવી રહ્યા છે. તમામ દેશોના ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં T20 વર્લ્ડકપ 2024 માટે પોતપોતાની ટીમોની જાહેરાત કરવા જઈ રહ્યા છે. જેના પર ચાહકોની નજર ટકેલી છે. ટૂર્નામેન્ટ પહેલા એક ટીમે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો પણ નવી જર્સી પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સાઉથ આફ્રિકાની નવી જર્સી જાહેર

T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડકપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ પહેલા સાઉથ આફ્રિકાની ટીમની નવી જર્સીની પ્રથમ તસવીર સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડકપ માટે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમની નવી જર્સી જોયા બાદ હવે ફેન્સ પણ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક ચાહકો માને છે કે તે ઓસ્ટ્રેલિયા જેવી દેખાય છે.

ગ્રુપ ડીમાં સાઉથ આફ્રિકા

આ વખતે સાઉથ આફ્રિકાની ટીમને T20 વર્લ્ડકપ 2024 માટે ગ્રુપ ડીમાં રાખવામાં આવી છે. સાઉથ આફ્રિકાની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ જેવી ટીમોને પણ આ ગ્રુપમાં રાખવામાં આવી છે. સાઉથ આફ્રિકા આ ​​ટૂર્નામેન્ટમાં 3 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની પ્રથમ મેચ શ્રીલંકા સાથે થશે. આ પછી, 8 જૂને, ટીમ ટૂર્નામેન્ટની તેની બીજી મેચ નેધરલેન્ડ સાથે રમશે.

આ વખતે ટીમ નેધરલેન્ડને હળવાશથી લેવાનું બિલકુલ પસંદ કરશે નહીં. આ એ જ નેધરલેન્ડ છે જેણે ODI વર્લ્ડકપ 2023માં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકા વનડે વર્લ્ડકપમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યું હતું. આ પછી આફ્રિકાની ત્રીજી મેચ 10 જૂને બાંગ્લાદેશ સાથે થશે. ટીમ 15 જૂને નેપાળ સાથે ચોથી મેચ રમશે.

  • Follow us on: