- ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ
- સિરીઝમાં ટીમની કમાન શુભમન ગિલના હાથમાં
- 2 મેચો માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. શુભનમ ગિલના નેતૃત્વમાં યુવા ક્રિકેટરોની બનેલી ટીમ આજે સવારે જ ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમે ઝિમ્બાબ્વેમાં 5 T20 મેચોની સિરીઝ રમવાની છે. સિરીઝની પ્રથમ 2 મેચો માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આ ત્રણ ખેલાડીઓનો સમાવેશ
BCCIએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ બે T20 મેચ માટે સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલની જગ્યાએ સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યા છે. સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ હાલમાં બાર્બાડોસમાં ખરાબ હવામાનમાં અટવાયેલા છે. ભારત પરત ફરવાની અસમર્થતાને કારણે, BCCIએ તે ત્રણ ખેલાડીઓની જગ્યાએ 3 નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.
પ્રથમ 2 મેચ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા ( વિકેટકીપર) કીપર), હર્ષિત રાણા
છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, આવેશ ખાન, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર