• તન્મય અગ્રવાલે 147 બોલમાં ત્રેવડી સદી મારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
  • રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી
  • તન્મય અગ્રવાલ 160 બોલમાં 323 રન બનાવીને અણનમ રહ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા બેઝબોલ (ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈંગ્લેન્ડની આક્રમક રીત)ની ચર્ચા હતી, પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન હૈદરાબાદના એક ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એક તરફ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ જ હૈદરાબાદના નેક્સજેન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યજમાન હૈદરાબાદ અને આંધ્રપ્રદેશ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઈ રહી હતી. આ મેચમાં હૈદરાબાદના બેટ્સમેન તન્મય અગ્રવાલે ઈતિહાસ રચ્યો હતો.

સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી

તન્મય અગ્રવાલે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવાનો રેકોર્ડ સૌપ્રથમ 119 બોલમાં બનાવ્યો હતો અને ટૂંક સમયમાં જ તેને ટ્રિપલ સેન્ચુરીમાં ફેરવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તન્મય અગ્રવાલે આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ 147 બોલમાં ત્રેવડી સદી પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તન્મય અગ્રવાલ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ માર્કો મોરિસના નામે હતો. તેણે આ કારનામું 191 બોલમાં કર્યું હતું, પરંતુ તન્મય અગ્રવાલે 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે માત્ર 147 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી. આ મેચમાં તે ODI કે T20ની જેમ નહીં પરંતુ T10 ક્રિકેટ મેચની જેમ રમ્યો હતો અને આંધ્રપ્રદેશના બોલરો પર હુમલો કરતો જોવા મળ્યો હતો.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

તન્મય અગ્રવાલે તેની ત્રેવડી સદી સુધી 20 છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં તેણે 160 બોલમાં 33 ચોગ્ગા અને 21 છગ્ગાની મદદથી 323 રન બનાવ્યા છે અને હજુ પણ તે અણનમ છે. તેનો સ્ટ્રાઈક રેટ હાલમાં 201.88 છે. જો તે પોતાની ત્રેવડી સદીને 400 રનમાં પરિવર્તિત કરવામાં સફળ થાય છે, તો તેનો સમાવેશ એવા કેટલાક બેટ્સમેનોમાં થશે જેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 400 કે તેથી વધુ રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત તરફથી કોઈ પણ બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યો નથી. સૌથી વધુ સ્કોર પૃથ્વી શોનો છે. તેણે 2023માં આસામ સામે 379 રન બનાવ્યા હતા.


હૈદરાબાદે પહેલા દિવસે 529 રન બનાવ્યા

પહેલા દિવસે બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે એક વિકેટ ગુમાવીને 529 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમે માત્ર 48 ઓવરમાં આ 529 રન બનાવી લીધા હતા. જેમાં સૌથી મોટો ફાળો તન્મય અગ્રવાલે આપ્યો છે. હૈદરાબાદની એકમાત્ર વિકેટ રાહુલ સિંહના રૂપમાં પડી છે. આ મેચમાં રાહુલ સિંહે પણ શાનદાર સદી ફટકારી હતી.

રાહુલ સિંહે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને 105 બોલમાં 185 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન રાહુલ સિંહે 26 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. આ પહેલા હૈદરાબાદની ટીમે શાનદાર બોલિંગ કરીને અરુણાચલ પ્રદેશની ટીમને માત્ર 172 રનમાં આઉટ કરી દીધી હતી. હૈદરાબાદ તરફથી બોલિંગ કરતી વખતે મિલિંદ અને કાર્તિકેયે 3-3 વિકેટ લીધી હતી.

  • Follow us on: