- 46 દિવસ સુધી ચાલશે ટૂર્નામેન્ટ
- 3 નોકઆઉટ સહિત કુલ 48 મેચ રમાશે
- આઈસીસી ટ્રોફી જીતવા ભારત તૈયાર
વનડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર- નવેમ્બરમાં ભારતમાં રમાશે. આ ટૂર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને તેમાં 3 નોકઆઉટ સહિત 48 મેચ રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ ટૂર્નામેન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ભારત આગામી વર્લ્ડ કપમાં આઈસીસી ટ્રોફી જીતવા માટે તૈયાર છે. તેમની પાસે તેને જીતવા માટેનો આત્મવિશ્વાસ છે.
કેપ્ટન રોહિતના નિવેદને મચાવી ધમાલ
ભારતે એક દશકથી આઈસીસી પ્રતિયોગિતાઓમાં ટ્રોફી જીતી છે. ટીમે છેલ્લી આઈસીસી ટ્રોફી 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જીતી હતી. જ્યારે તેના 2 વર્ષ પહેલા સ્વદેશમાં વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિતે મીડિયાને કહ્યું કે ઈમાનદારીથી કહું તો મેં ક્યારેય વર્લ્ડ કપ જીત્યો નથી. તેને જીતવો એ એક સપનું છે. આ ચેલેન્જ માટે મને ખુશી છે. તમને વર્લ્ડ કપ થાળમાં સજાવીને આપવામાં આવતો નથી. તેને માટે સખત મહેનત કરવી પડે છે અને 2011થી આટલા વર્ષો સુધી અમે તે જ કરી રહ્યા છીએ. અમે તેને જીતવા માટે તૈયાર છીએ.

વર્લ્ડ કપ જીતવા માટે તૈયાર
રોહિત શર્માએ કહ્યું કે તમામ મેદાન પર ઉતરવા અને જીતવા માટે તૈયાર છે. કેમકે અમને ખ્યાલ છે કે અમારી પાસે સારી ટીમ છે. અમે સારા ખેલાડીઓ છીએ અને અમારી પાસે આત્મ વિશ્વાસ છે કે અમે સારું રમીશુ. જ્યારે અમે 2022નો કપ હાર્યા તો મેં કહ્યું હતું કે અમે આવનારા વર્લ્ડકપ માટે ચેલેન્જ લઈ રહ્યા છીએ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ થવાની છે અને મેંકહ્યું કે અમે તેને માટેની લડાઈ ચાલુ રાખીશું, ક્યારેક તો મળશે જ.
બેટિંગમાં દેખાડવો પડશે દમ
રોહિતે કહ્યું કે તેને ટીમની અધ્યક્ષતાની જવાબદારી આપવામાં આવી છે પરંતુ તેનું મુખ્ય કામ બેટિંગના રૂપમાં સારું પ્રદર્શન કરવાનું છે. તેણે કહ્યું મારે સૌથી પહેલા બેટ્સમેનના રૂપમાં સારું પ્રદર્શન કરવાનું રહેશે. કેપ્ટનશીપ તો પછી આવે છે. ટીમમાં મારી ભૂમિકા બેટ્સમેનથી વધારેની છે. સૌથી પહેલા મારે મોટી મેચ રમવાની રહેશે અને ટીમ માટે મેચ જીતવાની રહેશે.

આ કારણે નથી રમી રહ્યા ટી20 મેચ
વર્લ્ડ કપથી પહેલા કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર જેવા મહત્ત્વના ખેલાડીઓ છે. રોહિતે કહ્યું તે હવે તે ઈજાથી ડરે છે. તેમણે ખેલાડીઓને આરામ આપવા પર મહત્ત્વ આપી રહ્યા છે. તેઓએ કહ્યું કે ગયા વર્ષે અમે એવું કર્યું હતું. ટી20 વર્લ્ડ કપ થવાનો હતો આ માટે અમે વનડે મેચ રમી નહીં. હવે અમે પણ આવું જ કરી રહ્યા છે. વર્લ્ડ કપ થવાનો છે તો અમે ટી20 મેચ રમી રહ્યા નથી, કોહલીએ હાલમાં ભારતની ટી20 સીરીઝ રમી નથી. તેને લઈને પણ રોહિતે કહ્યું કે અમે ખેલાડીઓ ફ્રેશ રહે તે ઈચ્છીએ છીએ માટે અમારી ટીમના અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે જેને લઈને હવે મને ડર રહે છે.