ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખૂબ જ શાંત સ્વભાવ ધરાવે છે. તે સામાન્ય રીતે ઓછું બોલવાનું પસંદ કરે છે. પરંતુ તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. દિલ્હી પ્રીમિયર લીગના સમાપન સમારોહમાં પહોંચેલા ગૌતમ ગંભીરે એક નિવેદન આપ્યું છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આમાં તેણે ક્રિકેટનો શહેનશાહ, બાદશાહ અને ટાઈગર કોણ છે? આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. પરંતુ, ફેન્સ તેમના નિવેદનને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ જવાબથી ફેન્સ રહી ગયા દંગ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને કરેલા સવાલોમાં વિવિધ ક્રિકેટરોને તેમના રમતગમતના યોગદાન અને વ્યક્તિત્વના આધારે ખિતાબ આપવાનું કહ્યું હતું. આમાં જ્યારે ગૌતમ ગંભીરને પૂછવામાં આવ્યું કે તે ક્રિકેટના શહેનશાહનું બિરુદ કોને આપશે? તો તેના જવાબમાં ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું નામ લીધું હતું.
ગંભીરના આ જવાબથી ફેન્સ હેરાન ગયા હતા. કારણ કે સામાન્ય રીતે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા નથી. બે મહાન ખેલાડીઓ વચ્ચે મેદાન પર ઘણી વખત મુકાબલો થયો છે.
https://www.instagram.com/reel/C_xA9jgPAl9/?utm_source=ig_embed&ig_rid=497099e1-be6b-4277-9bf6-6b2573981f9a
યુવરાજ અને ગાંગુલીને પણ આપવામાં આવ્યું છે ટાઈટલ
વિરાટ કોહલીને શહેનશાહનું બિરુદ આપ્યા બાદ જ્યારે ગૌતમ ગંભીરને બાદશાહ અને ટાઈગરનું બિરુદ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ક્રિકેટના બાદશાહ અને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીને ટાઈગરનો ખિતાબ આપ્યો.
ગૌતમ ગંભીરે કયા ખેલાડીને કયો ખિતાબ આપ્યો?
| શહેનશાહ | વિરાટ કોહલી |
| બાદશાહ | યુવરાજ સિંહ |
| ટાઈગર | સૌરવ ગાંગુલી |
| ખેલાડી | જસપ્રીત બુમરાહ |
| એન્ગ્રી યંગ મેન | ગૌતમ ગંભીર |