• ગૌતમ ગંભીર અને અજીત અગરકરે મુંબઈમાં પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી
  • આ દરમિયાન ગૌતમ ગંભીરે પણ પોતાના કોચિંગ સ્ટાફને લઈને એક નવું અપડેટ આપ્યું છે
  • જાણો બેટિંગ-બોલિંગ કોચની જાહેરાત ક્યારે થશે

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં એવા તમામ સવાલોના જવાબ આપ્યા છે જેના જવાબ છેલ્લા ઘણા દિવસોથી ક્રિકેટ ફેન્સ શોધી રહ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે, ગૌતમ ગંભીરે પણ તેના કોચિંગ સ્ટાફ અંગેની મૂંઝવણ દૂર કરી છે અને જણાવ્યું છે કે તેનો કોચિંગ સ્ટાફ કેવો રહેશે.

સહાયક સ્ટાફના નામ ક્યારે જાહેર થશે?

ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું કે શ્રીલંકાના પ્રવાસ બાદ જ તેનો કોચિંગ સ્ટાફ નક્કી કરવામાં આવશે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા પાસે એક મહિનાનો સમય હશે. આ એક મહિનાની અંદર કોચિંગ સ્ટાફમાં કોનો સમાવેશ કરવામાં આવશે તેને લઈને નિર્ણય લેવામાં આવશે.

બીસીસીઆઈએ સ્વીકારી લીધી આ માંગ

ગૌતમ ગંભીરે કહ્યું કે તે ખુશ છે કે બીસીસીઆઈ એ તેની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે. સહાયક કોચ તરીકે રિયાન ટેન ડોશેટે અને અભિષેક નાયરના નામની ચર્ચા થઈ રહી છે. મેં તે સાંભળ્યું છે અને મેં તેમની સાથે પહેલા પણ કામ કર્યું છે. થોડી રાહ જુઓ, તમને શ્રીલંકા પ્રવાસ પછી કોચિંગ સ્ટાફ વિશે સંપૂર્ણ માહિતી મળશે. હાલમાં અભિષેક નાયર, ટી દિલીપ અને સાઈરાજ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે જશે અને ત્યાંની ટીમ સાથે રાયન ટેન ડસકાટે પણ જોડાશે.

 

કેવી રહી અભિષેક નાયર અને રાયનની કારકિર્દી?

ગૌતમ ગંભીર સાથે સહાયક કોચ તરીકે શ્રીલંકાના પ્રવાસે ગયેલા અભિષેક નાયર ભારત માટે 3 વનડે મેચ રમી ચૂક્યા છે. અભિષેક નાયરે તેના ફર્સ્ટ ક્લાસ કરિયર દરમિયાન ઘણી વખત મુંબઈ માટે રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સિવાય તેને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અભિષેક નાયરે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સને કોચ તરીકે કેરેબિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનાવ્યું અને ગૌતમ ગંભીર સાથે મળીને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવ્યું. નેધરલેન્ડના રિયાન ટેન ડોશેટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઘણો અનુભવ છે અને તે અમેરિકામાં રમાઈ રહેલી મેજર ક્રિકેટ લીગમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સના આસિસ્ટન્ટ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે.

શું કહ્યું ગંભીરે?

ગૌતમ ગંભીરે કહ્યું કે 'અમે હજુ સુધી કોચિંગ સ્ટાફ નક્કી કરી શકતા નથી પરંતુ રિયાન અને અભિષેક એવા લોકો છે જેમની સાથે મેં કામ કર્યું છે. મને ખેલાડીઓ તેમજ અન્ય લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આશા છે કે ટૂંક સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

  • Follow us on: