- બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની હાર
- ટૂર્નામેન્ટની એકમાત્ર મેચમા ંભારતની થઈ હાર
- હાર સાથે ICC રેન્કિંગમાં ટીમને ફટકો
એશિયા કપ 2023ના અંતિમ સુપર-4 મેચમાં ભારતીય ટીમની હાર થઈ છે. બાંગ્લાદેશની ટીમે ભારતને 6 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ હાર સાથે એક મહત્વની તક ગુમાવી છે. ભારત પાસે તમામ ફોર્મેટની lCC રેન્કિંગમાં નંબર 1 વન બનવાની તક હતી, પરંતુ કાલની મેચમાં હારના કારણે ટીમ ઈન્ડિયા વનડે રેન્કિંગમાં નંબર 3 પર પહોંચી છે. જો કે, ટીમ ઈન્ડિયા T-20 અને ટેસ્ટ મેચમાં હજુ ટોપ પર છે.
વનડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર
ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ પહેલાં વનડે રેન્કિંગમાં બીજા નંબર પર હતી, પરંતુ હવે તે ત્રીજા નંબર પર ગઈ છે, જ્યારે પાકિસ્તાની ટીમ નંબર 2 પર આવી છે. ભારત પાસે વનડેમાં 4 હજાર 558 પોઈન્ટ અને 114 રેટિંગ છે. આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા પાસે 3 હજાર 113 પોઈન્ટ્સ સાથે 118 રેટિંગ છે.
ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને T-20માં ટોપ પર
ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ અને T-20માં ટોપ પર છે. ભારતીય ટીમ પાસે તમામ ફોર્મેટમાં નંબર 1 બનવાની તક હતી, જે ટીમે ગુમાવી છે. ભારત પાસે T-20માં 15 હજાર 589 પોઈન્ટ્સ અને 262 રેટિંગ છે. બીજા નંબર પર ઈંગ્લેન્ડની ટીમ છે. ઈંગ્લેન્ડ પાસે 10 હજાર 422 પોઈન્ટ્સ અને 261 રેટિંગ છે. પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. પાક.પાસે 12 હજાર 719 પોઈન્ટ્સ અને 254 રેટિંગ છે.
ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એશિયા કપ 2023ના ફાઈનલમાં પહોંચી છે. આવતીકાલે ભારત અને શ્રીલંકા ખિતાબ માટે મેચ રમશે. ટીમ ઈન્ડિયાને સુપર-4ની અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે ચિંતા વધારનારૂં છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર, તિલક વર્મા 5, કેએલ રાહુલ 19, ઈશાન કિશન 5 અને સૂર્યકુમાર યાદવ 26 રન બનાવીને આઉટ થયો હતો.