- BCCI ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આગામી કેપ્ટન શોધી રહી છે
- રોહિત લાંબા સમય સુધી ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે નહીં
- ગિલની બેટિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની ઝલક
ટીમ ઈન્ડિયામાં એક ખેલાડી છે, જે રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. ભારતીય ટીમનો આ ખેલાડી વિરોધીઓ માટે સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. 37 વર્ષીય રોહિત શર્મા વધુ સમય સુધી ભારતનો ટેસ્ટ કેપ્ટન બની શકશે નહીં. ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે BCCIની નજરમાં રોહિત જેવો ઘાતક ખેલાડી ચોક્કસપણે હશે. 37 વર્ષીય રોહિત શર્મા માટે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતની કેપ્ટનશીપ કરવી શક્ય નથી. આવી સ્થિતિમાં, BCCI ટૂંક સમયમાં ભારતના નવા ટેસ્ટ કેપ્ટનની પસંદગી કરી શકે છે.
રોહિત બાદ આ ખેલાડી બનશે ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન!
ટેસ્ટ, ODI અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરનારો સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. ભારતના યુવા બેટ્સમેન ગિલને ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન બનાવાઇ શકે છે. શુભમન ગિલ તેની નીડર બેટિંગ માટે જાણીતો છે.
રોહિત શર્માની ટેસ્ટ માંથી ગમે ત્યારે નિવૃતિ લઇ શકે છે. આવી સ્થિતિમાં ગિલને પણ ભારતના ટેસ્ટ કેપ્ટનની જવાબદારી સોંપાઇ શકે છે. ગિલને પહેલા જ ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. BCCIના આ સંકેતો દર્શાવે છે કે તેઓ શુભમન ગિલ પર કેટલો વિશ્વાસ કરે છે.
ટીમ ઈન્ડિયાને વિશ્વની સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે આ ખેલાડી
માત્ર 24 વર્ષની ઉંમરે, શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ, ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શુભમન ગીલે ભારત માટે અત્યાર સુધીમાં 21 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 30.42ની શાનદાર એવરેજથી 578 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે.
ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે, આવી સ્થિતિમાં તે ટીમ ઈન્ડિયા માટે લાંબો સમય રમી શકે છે અને કેપ્ટનશિપની ભૂમિકા પણ નિભાવી શકે છે. શુભમન ગિલ ટેસ્ટ મેચોમાં બેટિંગનો ઉત્તમ અનુભવ ધરાવે છે. જો શુભમન ગિલ ભવિષ્યમાં ટેસ્ટ કેપ્ટન બને છે તો તે ટીમ ઈન્ડિયાને વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવી શકે છે.
બેટિંગમાં ખતરનાક છે ગિલ
શુભમન ગિલની બેટિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગની ઝલક જોવા મળે છે. શુભમન ગિલ જે પ્રકારનો બેટ્સમેન છે તેને જોતા તે આગામી 10થી 15 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમી શકે છે. શુભમન ગિલે અત્યાર સુધી 45 ODI મેચોમાં 60.18ની એવરેજથી 2287 રન બનાવ્યા છે, જેમાં 1 બેવડી સદી, 6 સદી અને 13 અડધી સદી સામેલ છે. શુભમન ગિલે ભારત માટે અત્યાર સુધી 25 ટેસ્ટ મેચોમાં 1492 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 6 અડધી સદી સામેલ છે.