• ભારતે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશમાં જીત્યો ગોલ્ડ
  • દીપિકા અને હરિન્દર પાલની જોડીએ જીત્યો ગોલ્ડ
  • ભારતે અત્યાર સુધી કુલ 83 મેડલ જીત્યા

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સંધુએ એશિયન ગેમ્સ 2023ની સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા 20 થઈ ગઈ છે.

દીપિકા પલ્લીકલના નામે 6 મેડલ

ભારતીય જોડીએ 35 મિનિટમાં મલેશિયાની આઈફા બિંતી આઝમાન અને મોહમ્મદ સ્યાફીક બિન મોહમ્મદ કમાલ પર 11-10, 11-10થી જીત મેળવી હતી. આ ગોલ્ડ સાથે 32 વર્ષીય દીપિકા પલ્લીકલના નામે એશિયન ગેમ્સની ચાર એડિશનમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત 6 મેડલ છે. દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલને સપોર્ટ કરવા માટે મેન્સ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ પહોંચ્યા હતા.

ભારતના અત્યાર સુધી 83 મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જારી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સમાં પણ 20 ગોલ્ડ સહિત 83 મેડલ જીતીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તીરંદાજીમાં મહિલા ટીમે ફાઇનલમાં ગોલ્ડ જીત્યો હતો. બીજી તરફ પીવી સિંધુ તેની ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ હતી. દીપિકા અને હરવિન્દરે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશમાં ગોલ્ડ કબજે કર્યો હતો.                                  

  • Follow us on: