- 7 વર્ષ બાદ પાકિસ્તાની ક્રિક્રેટ ટીમ ભારત આવી
- છેલ્લે 2016માં વર્લ્ડ કપ માટે પાકિસ્તની ટીમ આવી હતી
- પાકિસ્તાની ટીમને 48 કલાક પહેલા વિઝા મળ્યા હતા
ICC ODI વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે. લાહોર પહેલા પાકિસ્તાનની આખી ટીમ દુબઈ ગઈ હતી. આ પછી તે હૈદરાબાદ પહોંચી. છેલ્લી વખત પાકિસ્તાનની ટીમ 2016માં ભારત આવી હતી.
7 વર્ષ બાદ પાકિસ્તાની ટીમ ભારત આવી
ICC ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને 48 કલાક પહેલા વિઝા મળ્યા હતા. 7 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટ માટે ભારતીય ધરતી પર પહોંચી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 7 વર્ષ બાદ ભારત પહોંચી છે
7 વર્ષ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત આવવાનો મોકો મળ્યો છે. છેલ્લી વખત પાકિસ્તાનની ટીમ 2016 વર્લ્ડ કપ માટે અહીં આવી હતી. ત્યારથી, બંને ટીમો એકબીજા સામે માત્ર ન્યૂટ્રલ વેન્યૂ ઉપર જ ક્રિકેટ મેચ રમી છે. ટીમને 48 કલાક પહેલા વિઝા મળ્યા હતા.લપાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત આવવા માટે 48 કલાક પહેલા વિઝા મળી ગયા છે. પાકિસ્તાની પહેલા લાહોર થઈને દુબઈ પહોંચ્યા અને પછી હૈદરાબાદ આવ્યા હતા.
પાકિસ્તાન 29 સપ્ટેમ્બરે પ્રેક્ટિસ મેચ રમશે
ICC ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાની ટીમ અહીં પહોંચી છે. હૈદરાબાદ પહોંચ્યા બાદ ટીમ 29 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમવા મેદાનમાં ઉતરશે. પાકિસ્તાની ટીમની બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. ટૂર્નામેન્ટમાં બાબર આઝમની સેના નેધરલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે.
પાકિસ્તાનની ટીમ દુબઈ થઈને ભારત પહોંચી છે
પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત આવવા માટે વિઝા મળવામાં વિલંબ થયો હતો. જેના કારણે દુબઈમાં યોજાનારી ટીમ બોન્ડિંગ મીટિંગ પણ રદ્દ કરવામાં આવી હતી અને અંતે ટીમ ભારત પહોંચી હતી.