- આવતીકાલે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- પાકિસ્તાને વર્લ્ડકપમાં ટકવા માટે મેચ જીતવું જરૂરી
- PCBએ બાબરના ભવિષ્ય પર આપ્યો સંકેત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે સંકેત આપ્યો છે કે જો પાકિસ્તાની ટીમ ચાલી રહેલા વર્લ્ડકપમાં નિષ્ફળ જશે, તો બાબર આઝમને કેપ્ટનશિપ ગુમાવવી પડી શકે છે. વર્લ્ડકપમાં ટકી રહેવા માટે પાકિસ્તાને શુક્રવારે ચેન્નાઈમાં સાઉથ આફ્રિકાને કોઈપણ ભોગે હરાવવું પડશે. જો તે હારી જશે તો સેમીફાઈનલમાં પ્રવેશવાની તેની તમામ આશાઓ સમાપ્ત થઈ જશે.
PCBએ શું કહ્યું?
PCBએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યાં સુધી કેપ્ટન બાબર આઝમ અને ટીમ મેનેજમેન્ટની મીડિયા ટીકા પ્રત્યે બોર્ડના વલણનો સંબંધ છે, અમે પૂર્વ ક્રિકેટરો સાથે સહમત છીએ કે સફળતા અને નિષ્ફળતા રમતનો એક ભાગ છે. કેપ્ટન બાબર આઝમ અને મુખ્ય સિલેક્ટર ઈંઝમામ ઉલ-હકને ICC વર્લ્ડકપ 2023 માટે ટીમને તૈયાર કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી.
પાકિસ્તાન પાસે અત્યારે 4 પોઈન્ટ
સતત ત્રણ હારનો સામનો કરનારી પાકિસ્તાનના પાંચ મેચમાં ચાર પોઈન્ટ છે. અફઘાનિસ્તાન સામે 8 વિકેટે મળેલી હાર બાદ બાબરને કેપ્ટન પદેથી હટાવવાની માંગ ઉઠી છે. મળતી માહિતી મુજબ, બાબરની કેપ્ટન્સી ત્યારે જ બચશે, જ્યારે પાકિસ્તાન બાકીની તમામ મેચો જીતીને વર્લ્ડકપની સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આમ છતાં તેને માત્ર ટેસ્ટ કેપ્ટન તરીકે જ રાખવામાં આવી શકે છે.