• ઈંગ્લેન્ડની ટીમને શ્રીલંકા સાથે ટેસ્ટ શ્રેણી પહેલા લાગી શકે છે ઝટકો
  • ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને પહોંચી ઈજા
  • નોર્ધન સુપરચાર્જર્સ તરફથી રમતા સમયે સ્ટોક્સ થયો ઈજાગ્રસ્ત

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ શ્રીલંકા સાથે ટેસ્ટ શ્રેણી રમવાની છે. તે પહેલા ઈંગ્લેન્ડને મોટો ફટકો પડે તેમ લાગી રહ્યું છે. કારણ કે ધ હન્ડ્રેડ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ઈજા પહોંચી હતી અને તેને મેદાન છોડવા માટે મદદની જરૂર પડી હતી. આવી સ્થિતિમાં જો સ્ટોક્સની ઈજા વધુ ગંભીર છે તો ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ માટે તે મોટો ઝડકો હોઈ શકે છે.

સ્ટોક્સે માત્ર 2 રન બનાવ્યા હતા

રવિવારે નોર્ધન સુપરચાર્જર્સ તરફથી રમતા વખતે બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો હતો. સ્ટોક્સને વિકેટની વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી હતી, તેથી તેણે મેદાન છોડવાનો નિર્ણય કર્યો હતો. સ્ટોક્સ ચાર બોલમાં બે રન બનાવીને રમી રહ્યો હતો, પરંતુ તે પછી તે ઈજાગ્રસ્ત થઈ ગયો.

બેન સ્ટોક્સને ડાબી હૅમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તેને નોન-સ્ટ્રાઈકર છેડેથી દોડવામાં મુશ્કેલી થઈ રહી હતી. સ્ટોક્સ ઈજાને કારણે 21 ઓગસ્ટથી શરૂ થનારી શ્રીલંકા સામેની આગામી ઈંગ્લેન્ડ શ્રેણીમાં રમવાની સંભાવના પર શંકા છે.

હેપી બ્રુકે આપી માહિતી

ઈંગ્લેન્ડની ટીમના બીજા ખેલાડી હેરી બ્રુકે સ્ટોક્સની હાલની સ્થિતિ વિશે માહિતી આપતા કહ્યું કે, સ્ટોક્સની હાલત સારી નથી દેખાઈ રહી અને તેની ઈજાની ગંભીરતા અંગે સોમવારે તેનું સ્કેન કરાવવામાં આવશે. બાદમાં સ્ટોક્સે ડગઆઉટમાંથી બાકીની મેચ જોઈ હતી. આ સિવાય સ્ટોક્સ ઉભા રહેવા માટે લાકડીના ટેકો લેતા જોવા મળ્યો હતો.

  • Follow us on: