• આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
  • અફઘાનિસ્તાન ચારમાંથી એક મેચ જીતી 

આજે વર્લ્ડકપ 2023ની 22મી મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. પાકિસ્તાનની ટીમને તેની પાછલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો પાકિસ્તાન એક-બે મેચ હારશે તો તે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ શકે છે. જયારે અફઘાનિસ્તાનની ટીમને તેની ગત મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર પાંચમાં જયારે અફઘાનિસ્તાન દસમા સ્થાને છે.

હેડ ટૂ હેડ મુકાબલો

બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 7 વનડે રમાઈ છે અને તમામ મેચોમાં પાકિસ્તાન જીત્યું છે. આવી સ્થિતિમાં આજે અફઘાન ટીમ આ મેચ જીતીને હારનો સિલસિલો સમાપ્ત કરવાનો પૂરો પ્રયાસ કરશે. ચેન્નાઈની પીચની પ્રકૃતિ જોતા સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાનની સ્પિન ત્રિપુટી આજે નિર્ણાયક ભૂમિકા ભજવશે. રાશિદ, નબી અને મુજીબ અહીં પોતાની સ્પિન સામે પાકિસ્તાની બેટ્સમેનોની કસોટી થશે. જ્યારે મુજીબ ઉર રહેમાન, રાશિદ ખાન અને મોહમ્મદ નબી સ્પિન બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રાશિદે અત્યાર સુધી ચાર મેચમાં 6 વિકેટ લીધી છે.

પિચ રિપોર્ટ

ચેન્નઇના એમએ ચિદમ્બરમની પિચપિચ પર સ્પિનર્સને હંમેશા મદદ મળતી આવી રહી છે. પિચને જોતા સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાનની સ્પિન ત્રિપુટી આજે નિર્ણાયક ભૂમિકા ભજવશે. રાશિદ, નબી અને મુજીબ અહીં પોતાની સ્પિનથી પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. અફઘાનિસ્તાનની તાકાત તેનું સ્પિન બોલિંગ અટેક છે. તેની પાસે હાલમાં ભારતીય ટીમ જેવો જ સ્પિન આક્રમણ છે. બીજી તરફ પાકિસ્તાનનું સ્પિન અટેક નબળું દેખાઈ રહ્યું છે. આજે ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે.

પાકિસ્તાનની ટીમમાં થશે ફેરફાર

ODI વર્લ્ડકપ 2023માં સતત બે મેચ હાર્યા બાદ પાકિસ્તાન આજની મેચમાં પોતાની પરફેક્ટ પ્લેઇંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાને ગત મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં મોટા ફેરફાર કર્યા હતા.ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાનના સ્થાને ટીમમાં લેગ સ્પિનર ઉસામા મીરને જગ્યા આપવામાં આવી હતી. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં સંભવ છે કે આજે પાકિસ્તાન ઉસામાની જગ્યાએ શાદાબ ખાનને મોકો આપી શકે છે. જયારે અફઘાનિસ્તાનની ટીમમાં ફેરફારની સંભાવના ખુબ ઓછી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, ઉસામા મીર, મોહમ્મદ નવાઝ, હસન અલી, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), રહેમત શાહ, ઈબ્રાહીમ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી અને નવીન-ઉલ-હક.

  • Follow us on: