• ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા ફરી ચર્ચામાં

  • ICC એ કાંગારુ ક્રિકેટરને દોષી ઠેરવ્યો
  • ઉસ્માન ખ્વાજાના PM એન્થનીએ કર્યા વખાણ

પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ પહેલા ઉસ્માન ખ્વાજા ફરી ચર્ચામાં છે. આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડિસેમ્બર 2023માં લાઇમલાઇટમાં આવ્યો હતો. ખ્વાજાએ મેદાન પર પ્રો પેલેસ્ટાઇન સ્લોગન વાળા શૂઝ પહેર્યા હતા તથા હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. આ મામલે ICC દ્વારા ચેતવણી અપાયા બાદ તે ચર્ચામાં આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનીઝ તેની એ જ વાતની પ્રશંસા કરી છે. જેના માટે ICC એ કાંગારુ ક્રિકેટરોને દોષી ઠેરવી રહ્યું હતું.

ફરી ચર્ચામાં આવ્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 3 જાન્યુઆરીથી સિડનીમાં ટેસ્ટ મેચ રમાવી રહી છે. PM એન્થની અલ્બેનીઝ સિડની ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ એન્થનીએ કહ્યું, 'તેમણે (ઉસ્માન ખ્વાજા) માનવીય મૂલ્યો માટે સ્ટેન્ડ લેવાની હિંમત બતાવી તે બદલ હું તેમને અભિનંદન આપવા માંગુ છું. આ સાથે ટીમે પણ તેમને સાથ આપ્યો, તે એક સારી વાત છે.

હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યો ઉસ્માન ખ્વાજા

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ દરમિયાન ઉસ્માન ખ્વાજા હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યો હતો. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં માર્યા ગયેલા નિર્દોષો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે તેણે આવું કર્યું હતું. ICCએ મેચ બાદ ઉસ્માન ખ્વાજાને ચેતવણી આપી હતી કે તે પરમિશન વગર આવું ન કરી શકે. જ્યારે ઉસ્માન ખ્વાજા કહી રહ્યા હતા કે તેઓ કોઈનું સમર્થન કે વિરોધ નથી કરી રહ્યા, પરંતુ માનવીય મૂલ્યો પ્રત્યે સંવેદનશીલતા જગાડવા માટે કરી રહ્યા છે.

 3 જાન્યુઆરીથી સિડનીમાં ટેસ્ટ મેચ રમાશે

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 3 જાન્યુઆરીથી સિડનીમાં ટેસ્ટ મેચ રમાશે. પીએમ એન્થની અલ્બેનીઝ પણ આ મેચનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, 'જ્યારે ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નર બેટિંગ કરવા માટે આવશે, ત્યારે તે ખૂબ જ ખાસ પ્રસંગ હશે. કારણ કે ડેવિડ વોર્નરે આ સીરિઝ પછી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ મેચમાં વોર્નરે સાથે ઉસ્માન ખ્વાજા ઓપનિંગ કરશે.

  • Follow us on: