કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતની પ્રથમ ઇનિંગમાં તેનો 35મો રન બનાવીને તેણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીના 27,000 રન પૂરા કર્યા હતો. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો અને ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે.


આ ખાસ યાદીમાં થયો સામેલ 

વિરાટ કોહલીએ 535 મેચની 594 ઇનિંગ્સમાં 27,000 રન પૂરા કર્યા છે. તેણે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. તેના પહેલા આ કારનામું સચિન તેંડુલકર, કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગ કરી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે છે. તેણે 34,357 રન બનાવ્યા છે. આ પછી કુમાર સંગાકારા (28,016) અને પોન્ટિંગ (27,483) આ યાદીમાં છે. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર સિવાય કોઈપણ ભારતીય બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવ્યા નથી.

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી

જો આપણે વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 115 મેચની 194 ઇનિંગ્સમાં 49ની એવરેજથી 8,900થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 29 સદી ફટકારી છે. આ સાથે જ તેણે રનના મામલે ઈંગ્લેન્ડના ગ્રેહામ ગૂચ (8,900)ને પણ પાછળ છોડી દીધા છે. તે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 18મા ક્રમે છે. તે જ સમયે તેંડુલકર (15,921), રાહુલ દ્રવિડ (13,265) અને સુનીલ ગાવસ્કર (10,122)એ ભારત માટે વધુ ટેસ્ટ રન બનાવ્યા છે.


  • Follow us on: