કાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશ પર 7 વિકેટે જીત મેળવી હતી. આ રીતે 2 મેચની સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરીને બાંગ્લાદેશી ટીમે ઘરઆંગણે સતત 18મી સિરીઝ જીતવાની મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.
મેચની સ્થિતિ
બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં સમેટાઈ ગયો હતો, ત્યારબાદ ભારતે 35 ઓવરમાં 289/9 રનના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશ બીજા દાવમાં માત્ર 146 રન જ બનાવી શકી અને આ રીતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો, જે તેણે 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. વિરાટ કોહલી 29 રન અને રિષભ પંત 4 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. કોહલીએ આ ઇનિંગમાં 4 ફોર ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
કોહલીએ ખાસ સિદ્ધિ હાંસલ કરી
કોહલીએ પોતાની ઇનિંગની ત્રીજી ફોર ફટકારતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 ફોર પૂર્ણ કરી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સિદ્ધિ હાંસલ કરનાર કોહલી માત્ર 5મો ભારતીય બેટ્સમેન છે. અગાઉ આ કારનામું માત્ર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સેહવાગ અને વીવીએસ લક્ષ્મણે કર્યું હતું.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોર ફટકારનારો ભારતીય ક્રિકેટર
- 2058 - સચિન તેંડુલકર
- 1654 - રાહુલ દ્રવિડ
- 1233 - વિરેન્દ્ર સેહવાગ
- 1135 - વીવીએસ લક્ષ્મણ
- 1001 - વિરાટ કોહલી*
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોહલી પહેલા માત્ર 25 બેટ્સમેન જ 1000 ટેસ્ટ ફોર આંકડો સ્પર્શી શક્યા હતા. હવે આ યાદીમાં કોહલીનું નામ પણ સામેલ થઈ ગયું છે. કોહલીએ 115 ટેસ્ટ મેચોની 195મી ઇનિંગ્સમાં આ ખાસ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ટેસ્ટ પહેલા વનડેમાં 1000 હજાર ફોર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ અર્થમાં, તે એકમાત્ર એવો સક્રિય ક્રિકેટર બની ગયો છે કે જેના નામે વનડે અને ટેસ્ટ બંનેમાં 1000 હજારથી વધુ ફટકારી છે.