• કોહલી બેટ લઈને પેવેલિયન તરફ ફરી રહ્યા છે
  • 23 ઓક્ટોબરનો દિવસ મારા માટે ખાસ રહ્યોઃ કોહલી
  • આ અંદાજમાં જ પૂર્વ કેપ્ટન ધોનીએ પણ લીધો હતો સંન્યાસ

ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2022માં ખાસ પ્રદર્શન કર્યું ન હતું. ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. માનવામાં આવે છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર દિનેશ કાર્તિક અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન માટે આ છેલ્લો વર્લ્ડ કપ રહ્યો છે.

ચાહકોમાં ડરનો માહોલ

આ તમામ ખેલાડીઓને બે વર્ષ પછી યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભાગ્યે જ તક મળે તેમ છે. આ સમયે પૂર્વ કેપ્ટન કોહલીએ શનિવારે (26 નવેમ્બરે) એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. તેણે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાયેલી ઈનિંગ્સને યાદ કરી અને એક ફોટો પણ શેર કર્યો.

કોહલીની પોસ્ટથી ફેન્સને ઝટકો લાગ્યો

આ પોસ્ટ જોયા બાદ તેના ફેન્સ ખૂબ જ ડરી ગયા હતા. તેમને લાગ્યું કે કોહલીએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. કોહલીએ આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી છે. તેના પર કમેન્ટ કરતાં ફેન્સે લખ્યું, 'સર આવી પોસ્ટ શેર કરશો નહીં. હાર્ટ એટેક આપી દેશો. એક વાર તેઓને એવું લાગ્યું કે તેમણે નિવૃત્તિ લઈ લીધી છે.

https://www.instagram.com/p/ClaK_uAvxv9/?utm_source=ig_embed&ig_rid=5325f8ae-6ef4-4de6-b4f0-a3b587cc633d   

મુંબઈના 26/11ના આતંકી હુમલા સાથે જોડાણ ઉમેરાયું

આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, 'આવી પોસ્ટ કરીને તમે મને 10 સેકન્ડ માટે ડરાવ્યો છે. એવું લાગતું હતું કે નિવૃત્તિના સમાચાર છે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, 'હેપ્પી રિટાયરમેન્ટ કિંગ.' આ ઉપરાંત અન્ય એક યુઝરે આ પોસ્ટને મુંબઈમાં 26/11ના આતંકી હુમલા સાથે જોડી છે. તેણે 26/11ના આતંકી હુમલાનો ફોટો શેર કર્યો અને લખ્યું, "વિરાટ કોહલી સરે આજે કેમ પોસ્ટ કરી, શું તમે કનેક્શન સમજી રહ્યા છો?"

 

ધોનીએ આવી જ રીતે નિવૃત્તિ લીધી હતી

કોહલીએ શેર કરેલા ફોટામાં તે બેટ સાથે પેવેલિયન પરત ફરતો જોવા મળે છે. આ સાથે કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું, '23 ઓક્ટોબર 2022 મારા દિલમાં હંમેશા ખાસ રહેશે. ક્રિકેટની રમતમાં મેં આટલી ઉર્જાનો અનુભવ કર્યો ન હતો. તે કેવી અદ્ભુત સાંજ હતી. આ પહેલાં પણ આવી જ રીતે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ બે વર્ષ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 15 ઓગસ્ટ 2022ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, 'તમારા બધા પ્રેમ અને સમર્થન માટે આભાર. હું 7.29 વાગ્યાથી નિવૃત્ત થઈ જઈશ. 

  • Follow us on: