• કોહલી વેસ્ટ ઈન્ડીઝથી ભારત પરત આવ્યો
  • ચાર્ટેડ પ્લેનમાં કોહલી ભારત આવ્યો હતો
  • ચાર્ટેડ પ્લેનમાં આવવાથી કોહલી ટ્રોલ થયો

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે. અવાર-નવાર વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. આવી જ એક પોસ્ટ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝથી પરત આવવા સમયે કરી હતી. જેમાં વિરાટ કોહલીએ ચાર્ટેડ પ્લેનથી ભારત આવવા માટે પ્લેનના કેપ્ટનનો આભાર માન્યો હતો. વિરાટ કોહલીની આ પોસ્ટને લઈ ફેન્સે તેને ટ્રોલ કર્યો છે.

કોહલીની પોસ્ટ પર ફેન્સે કોમેન્ટ્સ કરી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ચાર્ટેડ પ્લેનથી ભારત આવવાની પોસ્ટ પર ફેન્સે તેને ટ્રોલ કર્યો છે. ટ્રોલ કરવા સાથે ફેન્સે કોહલીની આ પોસ્ટ પર કોમેન્ટ્સ પણ કરી છે. એક સોશિયલ મીડિયા યૂઝર્સે કોહલીને ટ્રોલ કરતા લખ્યું કે,'દિવાળીમાં પ્રદૂષણનું જે જ્ઞાન આપ્યું હતું તેનું શું થયું?', અન્ય એક યૂઝરે લખ્યું કે, ' એક તરફ કોહલી કહે છે કે, દિવાળીની ઉજવણી કેવી રીતે કરવી, પર્યાવરણને કેવી રીતે બચાવવું અને બીજી તરફ તે ચાર્ટેડ પ્લેનમાં મુસાફરી કરે છે. જે ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે.

કોહલીની વાપસી માટે કરાઈ હતી વ્યવસ્થા

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે T20 સીરિઝ રમાઈ રહી છે. વિરાટ કોહલી આ સીરિઝનો ભાગ નથી. તે ટેસ્ટ અને વનડે સીરિઝમાં રમ્યો હતો. કોહલીને બીજી અને ત્રીજી વનડેમાંથી આરામ અપાયો હતો. જ્યારે પહેલી વનડેમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. જેથી કોહલી વેસ્ટ ઈન્ડીઝથી ભારત પરત ફર્યો હતો. તે ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટથી પરત આવ્યો હતો. ભારત પરત આવ્યા બાદ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પ્લેનના કેપ્ટનનો આભાર માન્યો હતો

કોહલીએ ઈન્સ્ટા પર માન્યો હતો આભાર

કિંગ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 ફોટો શેર કર્યો હતો. આ ફોટો ચાર્ટેર્ડ પ્લેનનો હતો. કોહલીએ ફોટો સાથે કેપ્શનમાં ફ્લાઈટના કેપ્ટન અબુ પટેલનો આભાર માન્યો હતો. બીજી તરફ ફ્લાઇટના કેપ્ટન અબુ પટેલે કોહલી માટે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, હું ભાગ્યશાળી છું કે હું મારા આઈડોલને એરક્રાફ્ટની મદદથી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શક્યો છું.

  • Follow us on: