- આવતીકાલે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ
- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ફાઈનલ
- વોશિંગ્ટન સુંદરને શ્રીલંકા બોલાવવામાં આવ્યો
એશિયા કપ ફાઈનલમાં વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદર ફાઈનલ રમી શકે છે. મળતી માહિતી મુજબ, ભારત-શ્રીલંકા ફાઈનલ મેચમાંથી અક્ષર પટેલ બહાર થઈ શકે છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
અક્ષર પટેલનો બેકઅપ બનશે વોશિંગ્ટન સુંદર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ફિટ નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષર પટેલ સામાન્ય સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ રિસ્ક લેવા માંગતું નથી. આ કારણે વોશિંગ્ટન સુંદરને બેકઅપ તરીકે બોલાવવામાં આવ્યો છે. જો કે, હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, શ્રીલંકા વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનમાં વોશિંગ્ટન સુંદરને ટીમનો ભાગ બનાવવામાં આવશે કે નહીં.
એશિયા કપ બાદ ચીન જશે વોશિંગ્ટન સુંદર
ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ માટે ઋતુરાજ ગાયકવાડના નૈતૃત્વમાં ભારતીય ટીમના ખેલાડીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. વોશિંગ્ટન સુંદર આ ટીમમાં છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, વોશિંગ્ટન સુંદર એશિયા કપના ફાઈનલ બાદ એશિયન ગેમ્સ માટે ચીન રવાના થશે.
બાંગ્લાદેશ વિરુદ્ધ અક્ષર પટેલે કર્યું શાનદાર પ્રદર્શન
બાંગ્લાદેશ વિરુદ્ધ અક્ષર પટેલે શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો નહતો. બાંગ્લાદેશ વિરુ્દ્ધ અક્ષર પટેલે 34 બોલ પર 42 રન બનાવ્યા હતા. આ બેટ્સમેને પોતાની ઈનિંગમાં 3 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષર પટેલ અત્યારે સંપૂર્ણ ફિટ નથી. જેથી વોશિંગ્ટન સુંદરને રિપ્લેસમેન્ટ તરીકે બોલાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમવામાં આવશે.