ક્યારે રમાશે મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે પાંચમી અને ફાઈનલ ટી20 મેચ 13 ઓગસ્ટ રવિવારે રમાશે, મેચની શરૂઆત રાતે 8 વાગ્યાથી થશે અને ટોસ 7.30 વાગે થશે.
ક્યાં રમાશે મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચેની પાંચમી અને ટી20 ઈન્ટરનેશનલ મેચ ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવાર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડમાં રમાશે.
ટીવી પર કેવી રીતે જોશો લાઈવ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે રમાનારી પાંચમી ટી20 ઈન્ટરનેશનલ મેચ ભારતમાં ટીવી પર દૂરદર્શનની મદદથી લાઈવ પ્રસારિત કરાશે.
કેવી રીતે જોશો લાઈવ સ્ટ્રીમિંગ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે પાંચમી અને ફાઈનલ ટી20 મેચને જિયો સિનેમા એપ અને વેબસાઈટની મદદથી લાઈવ સ્ટ્રીમ કરાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટી20 ઈન્ટરનેશનલ હેડ ટુ હેડ
બંને ટીમોએ અત્યાર સુધી 29 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં ભારતીય ટીમને 19 અને વેસ્ટ ઈન્ડિઝને 9માં જીત મળી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ-11
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, યશસ્વી જાયસ્વાલ, ઉમરાન મલિક, આવેશ ખાન.
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ-11
નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પૉવેલ (કેપ્ટન), બ્રેંડન કિંગ, કાઈલ મેયર્સ, જૉનસન ચાર્લ્સ, શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, ઓબેડ મેકોય, ઓડેન સ્મિથ, શાઈ હોપ, ઓશાને થોમસ, રોસ્ટન ચેસ.