- દિલ્હીને રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો
- બે એવા ખેલાડીઓ છે જે પંતની ગેરહાજરીમાં કેપ્ટન બની શકે છે
- પંત સ્લો ઓવર રેટના લીધે એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સને આગામી મેચ 12મી મેના રોજ RCB સામે રમવાની છે. દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાં છે અને પંતનું આ મેચમાં ન રમવું દિલ્હી માટે આંચકાથી ઓછું નથી. દિલ્હી કેપિટલ્સ સામે સૌથી મોટો સવાલ એ છે કે રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ હશે? દિલ્હી કેપિટલ્સ ટીમમાં બે એવા ખેલાડીઓ છે જે પંતની ગેરહાજરીમાં કેપ્ટન બનવાના મોટા દાવેદાર છે.
રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ
IPL 2024ની 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં કેપ્ટન રિષભ પંત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. મેચ રેફરીએ આ સિઝનમાં ત્રીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તેના પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ દરેકને અને ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત તમામને 12 લાખ રૂપિયા અથવા તેમની ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.
IPLમાં 100થી વધુ વિકેટ ઝડપી
પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હી કેપિટલ્સ માટે હવે પછીની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, અક્ષર પટેલ રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપનો દાવેદાર છે. તે છેલ્લી બે સિઝનથી દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. અક્ષર પટેલ શાનદાર બોલિંગ કરવામાં માહેર છે. તે નીચલા ક્રમમાં પણ આક્રમક બેટિંગ કરે છે. અત્યાર સુધી તેણે IPLની 148 મેચમાં 1582 રન બનાવ્યા છે. આ સિવાય તેના નામે 122 વિકેટ પણ છે. અક્ષર પટેલે હજુ સુધી IPLની કેપ્ટનશિપ કરી નથી.
પંતની ગેરહાજરીમાં પહેલા પણ કેપ્ટનશીપ કરી ચૂક્યો છે ખેલાડી
ડેવિડ વોર્નર લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ મેચ 12 એપ્રિલે રમાઈ હતી. રિષભ પંત ગત સિઝનમાં રમ્યો ન હતો, જ્યારે તેની જગ્યાએ ડેવિડ વોર્નરે કેપ્ટનશિપની જવાબદારી લીધી હતી. વોર્નરે અત્યાર સુધી 16 IPL મેચોમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી છે, જેમાં ટીમ માત્ર 5 મેચ જીતવામાં સફળ રહી છે. ટીમ 16 મેચમાં હારી છે. જો તે RCB સામેની મેચમાં ફિટ થઈ જાય છે તો તે સુકાનીપદ સંભાળવા માટે પણ દાવેદાર બની શકે છે. વોર્નર આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. તેની કેપ્ટનશીપમાં હૈદરાબાદની ટીમે IPL 2016નો ખિતાબ જીત્યો હતો.