- વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ
- મોટાભાગની ટીમોએ 4-4 મેચ રમી
- મિશેલ સેન્ટનર વિકેટ લેવા મામલે ટોપ પર
વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ છે. મોટાભાગની ટીમોએ ચાર-ચાર મેચ રમી છે. આ મેચો બાદ પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન આ ટૂર્નામેન્ટમાં રન બનાવવાના મામલે સૌથી આગળ છે. સાથે કિવી સ્પિનર મિશેલ સેન્ટનર વિકેટ લેવાના મામલે ટોચ પર છે.
વર્લ્ડકપ 2023ના ખાસ 10 આંકડા
1. સૌથી વધુ રન: મોહમ્મદ રિઝવાને અત્યાર સુધી ચાર ઈનિંગમાં 294 રન બનાવ્યા છે. જે બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 265 રન સાથે બીજા અને 259 રન સાથે વિરાટ કોહલી ત્રીજા સ્થાને આવે છે.
2. સૌથી મોટી ઈનિંગ: ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ 124 બોલમાં 163 રનની ઈનિંગ રમી છે.
3. સૌથી શ્રેષ્ઠ એવરેજ: વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં 129.50ની એવરેજથી રન બનાવ્યા છે. રોહિતે 4 ઈનિંગમાં 2 વખત અણનમ રહીને 259 રન બનાવ્યા છે.
4. સૌથી વધુ સિક્સ: સિક્સ મારવા મામલે શ્રીલંકાનો કુશલ મેન્ડિસ ટોપ પર છે. મેન્ડિસે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી 14 સિક્સ ફટકારી છે.
5. સૌથી વધુ વિકેટ: મિચેલ સેન્ટનર 4 મેચમાં 11 વિકેટ સાથે ટોપ પર છે. સેન્ટનર બાદ 10 વિકેટ સાથે જસપ્રીત બુમરાહ અને 9 વિકેટ સાથે મેટ હેનરીનું નામ આવે છે.
6. સર્વશ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સ: પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફરીદીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ લીધી છે. જે આ વર્લ્ડકપમાં શાહીનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
7. બેસ્ટ ઈકોનોમી રેટ: આ મામલે ભારતીય સ્પિનર આર.અશ્વિન સૌથી આગળ છે. તેમણે વર્લ્ડકપમાં 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા છે. તેનો ઈકોનોમી રેટ માત્ર 3.4 રન પ્રતિ ઓવર છે.
8. સર્વશ્રેષ્ઠ બોલિંગ એવરેજ: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ વર્લ્ડકપમાં 13.40ની બોલિંગ એવરેજથી બોલિંગ કરી રહ્યો છે. એટલે કે, બુમરાહ દર 13 રને એક વિકેટ લે છે.
9. સ્ટંપ પાછળ સૌથી વધુ શિકાર: નેધરલેન્ડના વિકેટકીપર અને કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે આ વર્લ્ડકપમાં સ્ટંપ પાછળ 6 કેચ કર્યા છે. તેમણે 2 સ્ટંપિંગ પણ કર્યું છે.
10. સૌથી વધુ કેચ: ન્યૂઝીલેન્ડના મેટ હેનરી અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે વર્લ્ડકપ 2023માં 5-5 કેચ કર્યા છે.