• વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો
  • સાઉથ આફ્રિકા સામેની મેચમાં ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત
  • સ્ટાર બોલર રિસ ટોપલે ઈજાગ્રસ્ત થયો

સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની 20મી મેચ આજે રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ગત મેચમાં ઉલટફેરનો શિકાર બનેલી ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. જેથી ટીમને મોટી અસર થશે. બંને ટીમ માટે આજની મેચ ખુબ મહત્વની છે. બંને ટીમ પોતાની છેલ્લી મેચમાં હારી હતી. આવી સ્થિતિમાં બંને ટીમ મેચ જીતવા માટે પ્રયાસ કરશે.

સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો

સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડનો સ્ટાર બોલર રિસ ટોપલે ઈજાગ્રસ્ત થયો છે. ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવેલો ટોપલે ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર થયો છે. આવી સ્થિતિમાં એ મોટો સવાલ છે કે, તે આ મેચમાં હવે બોલિંગ કરી શકશે કે નહીં.

પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને ઈંગ્લેન્ડ

સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ ખુબ રોમાંચક બનવાની આશા છે. બંને ટીમ પોતાની હારમાંથી શિખીને જીત તરફ આગળ વધવાનું વિચારશે. ઉલ્લેખનીય છે કે, પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડની ટીમ 3માંથી 1 મેચ જીતીને છઠ્ઠા સ્થાને છે. જો ઈંગ્લેન્ડ આજે મેચ પોતાના નામે કરશે, તો નિશ્ચિતરૂપે તે પોઈન્ટ ટેબલમાં ઉપર આવશે. સાથે ન્યૂઝીલેન્ડ અને ભારત 4-4 મેચ જીતીને ક્રમશઃ પ્રથમ અને બીજા સ્થાન પર છે.

  • Follow us on: