- પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે મેચ
- વોર્મઅપ મેચમાં બંને ટીમની થઈ હતી હાર
- પાકિસ્તાન ભારતમાં નથી જીત્યું એક પણ મેચ
પાકિસ્તાન ક્રિકેટ ટીમે આજે પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરી છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. નેધરલેન્ડની સામે પાકિસ્તાનની ટીમ ખુબ મજબૂત છે, પરંતુ એક અંકડો છે, જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બની શકે છે.
પાકિસ્તાન નથી જીત્યું મેચ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતની જમીન પર એક પણ વર્લ્ડકપની મેચ જીત્યું નથી. ભારતમાં પહેલાં પણ 3 વખત વર્લ્ડકપ મેચ રમવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાનની દર વખતે હાર થઈ હતી.
પાકિસ્તાન સહમેજબાન હતું
ભારતે 1987,1996 અને 2011માં વનડે વર્લ્ડકપની મેજબાની કરી હતી. આ ત્રણેય વર્લ્ડકપમાં માત્ર 2 વખત પાકિસ્તાનને ભારતમાં રમવાની તક મળી હતી. કારણ કે, આ ત્રણેય વર્લ્ડકપમાં પાકિસ્તાન પણ ભારત સાથે મેજબાની કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં પાકિસ્તાને તમામ મેચ તેની જમીન પર રમ્યા હતા. માત્ર એ મેચમાં પાકિસ્તાન ભારત આવ્યું હતું, જે મેચમાં તેની ટક્કર ભારત સાથે હતી. આવી દરેક મેચમાં પાકિસ્તાનની હાર થઈ છે.
બંને મેચમાં ભારતની થઈ જીત
પાકિસ્તાન ભારતમાં પોતાના વર્લ્ડકપ મેચ 1996માં રમ્યું હતું. બંગલોરમાં રમવામાં આવેલા આ મેચમાં ભારતે પાકિસ્તાનને 39 રને માત આપી હતી. જે બાદ વર્લ્ડકપ 2011માં પણ પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. મોહાલીમાં રમવામાં આવેલા આ મેચમાં ભારતે પાકિસ્તાનને 29 રને માત આપી હતી. આ પ્રકારે પાકિસ્તાન ભારતમાં એક પણ વર્લ્ડકપ મેચ જીતી શક્યું નથી.
પાકિસ્તાન માટે આજે સારી તક
પાકિસ્તાનની ટીમ નેધલેન્ડ વિરુદ્ધ મજબૂત ટીમ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પાસે આજે થનારી મેચ જીતીને ભારતમાં પ્રથમ વર્લ્ડકપ મેચ જીતવાની સારી તક છે. નેધરલેન્ડની ટીમ પણ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમને હરાવીને વર્લ્ડકપમાં પહોંચી છે. જેથી પાકિસ્તાન માટે આજે પણ પડકાર રહેશે.