- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
- વિરેન્દ્ર સહેવાલે વર્લ્ડકપને લઈ કરી ભવિષ્યવાણી
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023 માટે સંપૂર્ણપણે તૈયાર છે. વર્લ્ડકપ પહેલાં ભારત પાસે મિડલ ઓર્ડરને લઈ મોટી સમસ્યા હતી, પરંતુ શ્રેયસ અય્યરની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી બાદ ટીમ ઈન્ડિયાનું ટેન્શન દૂર થયું છે. કેએલ રાહુલ પણ મિડલ ઓર્ડર માટે તૈયાર છે. ભારતે મિડલ ઓર્ડરમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને પણ તક આપી છે, પરંતુ વિરેન્દ્ર સહેવાગનું માનવું છે કે, ઈશાન અને સૂર્યા મિડલ ઓર્ડર માટે ફિટ નથી.
રાહુલ નંબર 5 અને પંડ્યા નંબર 6 પર બેટિંગ કરી શકે
વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે, નંબર 6 અને 7 પર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા બેટિંગ કરશે. જેથી સૂર્યકુમાર યાદવ રમી શકશે નહીં. નંબર 5ની બેટિંગ પોઝીશન છે, પરંતુ પંડ્યા તમારો છઠ્ઠો બોલર છે. જેથી રાહુલ નંબર 5 અને પંડ્યા નંબર 6 પર બેટિંગ કરી શકે છે. ઈશાન કિશન લાઈનઅપમાં કોઈપણ સ્થળે ફિટ થઈ શકે છે, પરંતુ શ્રેયસ અય્યરની સદીએ આ સંભાવના ઓછી કરી દીધી છે. જો નંબર 4 પર કોઈ રમશે, તો તે અય્યર હશે. જેથી અય્યર, રાહુલ અને પંડ્યા નંબર 4,5 અને 6 પર હશે.
વિરેન્દ્ર સહેવાગે શું કહ્યું?
સહેવાગે કહ્યું કે, હવે તમામ વાત એના પર નિર્ભર કરશે કે, ટીમ ઈન્ડિયા કયા કોમ્બિનેશનને પસંદ કરે છે. મને લાગે છે કે, હાર્દિક પંડ્યા 10 ઓવર નાખશે. કારણ કે, તે એક્સ્ટ્રા બોલર હશે. જેથી સૂર્યા ફિટ થઈ શકશે નહીં. ઈશાન કિશનની પસંદગી થઈ શકે છે. કારણ કે, તે ડાબોળી બેટ્સમેન છે.
અય્યરે ઈંદોરમાં ફટકારી હતી સદી
ઉલ્લેખનીય છે કે, શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંદોર વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. તેમણે આ મેચમાં 105 રનની ઈનિંગ રમી હતી. સાથે રાજકોટમાં 48 રનની ઈનિંગ રમી હતી. કેએલ રાહુલની વાત કરવામાં આવે તો, રાહુલે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અણનમ 58 રન બનાવ્યા હતા. સાથે ઈંદોરમાં 52 રનની ઈનિંગ રમી હતી.