• વર્લ્ડકપ 2023માં જામ્યો ખરાખરીનો જંગ
  • 8 ટીમોએ રમી છે 5-5 વર્લ્ડકપની મેચ
  • ભારતીય ટીમનું સેમીફાઈનલમાં પહોંત્યું લગભગ નક્કી

વર્લ્ડકપ 2023ની 8 ટીમોએ પાંચ-પાંચ મેચ રમી છે. ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો આપણે પોઈન્ટ ટેબલની સ્થિતિ પર નજર કરીએ તો સેમીફાઈનલમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. ભારતના મહત્તમ પોઈન્ટ છે અને તે સેમીફાઈનલમાં જશે તે લગભગ નિશ્ચિત છે. ભારતની સાથે બીજી બે ટીમો પણ છે જે સેમીફાઇનલ માટે પ્રબળ દાવેદાર છે. આમાં પહોંચનારી ચોથી ટીમ કોણ હશે તે અંગે હજુ અસમંજસ છે.

સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં પહોંચી શકે

ભારતની સાથે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. ભારતે 5 મેચ રમી છે અને તમામ જીતી છે. તેના 10 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ +1.353 છે, જ્યારે સાઉથ આફ્રિકાએ 5 મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે. સાઉથ આફ્રિકાના પોઈન્ટ 8 છે. સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ +2.370 છે. આ તમામ ટીમો કરતાં વધુ છે. ન્યૂઝીલેન્ડના પણ 8 પોઈન્ટ છે, પરંતુ તેની નેટ રન રેટ સાઉથ આફ્રિકા કરતા ઓછી છે. આ કારણોસર તે ત્રીજા નંબર પર છે. આ ત્રણેય ટીમો સેમીફાઇનલ માટે પ્રબળ દાવેદાર છે.

ઓસ્ટ્રેલિયાએ 5માંથી 3 મેચ જીતી

ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 5 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. તેના 6 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે ચોથા સ્થાન પર છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 2-2 પોઈન્ટ છે. આ બંને ટીમોએ પાંચ-પાંચ મેચ રમી છે અને બે-બે મેચ જીતી છે. સેમીફાઇનલ માટે આ ત્રણેય વચ્ચે જોરદાર મુકાબલો થશે. આ ઉપરાંત શ્રીલંકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને નેધરલેન્ડના બે-બે પોઈન્ટ છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે માત્ર ચાર મેચ રમાઈ છે.

ટીમ ઈન્ડિયા રવિવારે ઈંગ્લેન્ડ સામે રમશે

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ પછી ટીમ ઈન્ડિયા શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામે મેચ રમશે. ભારતીય ટીમ અન્ય ટીમોનું ગણિત બગાડી શકે છે.

  • Follow us on: