• WTC 2025ના પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને
  • ભારતીય ટીમની હાલમાં 64.58 જીતની ટકાવારી
  • ભારત ધર્મશાળા ટેસ્ટ જીતશે તો ટકાવારી 68.51 થઈ જશે

WTC 2025નો ખૂબ જ રોંમાચક તબક્કો ચાલુ છે. દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલની ગણતરી બદલાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતું પરંતુ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવતા જ ભારતને ફાયદો મળ્યો અને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડની ટીમ હજુ પણ બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. આમ છતાં ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા કરતાં બાંગ્લાદેશની ટીમથી વધુ ખતરો છે. બાંગ્લાદેશ પણ ભારત પાસેથી નંબર વનનો તાજ છીનવી શકે છે.

ઓસ્ટ્રેલિયાથી ભારતને કેમ ખતરો નથી?

ભારતીય ટીમ હાલમાં 64.58 જીતની ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે. જો ભારત આગામી મેચ જીતે તો પણ ભારતની જીતની ટકાવારી 68.51 થઈ જશે. નોંધનીય છે કે ભારતે ઇંગ્લેન્ડ સામે ધર્મશાળામાં છેલ્લી ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી, ભારતીય ટીમને સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આવી સ્થિતિમાં, આગામી મેચ જીત્યા પછી પણ, સપ્ટેમ્બર મહિના સુધી ભારતની જીતની ટકાવારી 68.51 રહેવાની છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 8 માર્ચથી 12 માર્ચ વચ્ચે રમાશે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતે છે તો તેની જીતની ટકાવારી 62.5 થશે, જે ભારત કરતા ઓછી છે. આ પછી ઓસ્ટ્રેલિયાએ 8 જૂનથી ઇંગ્લેન્ડ સામે આગામી ટેસ્ટ સીરિઝ રમવાની છે.

ન્યુઝીલેન્ડ પણ ભારતને નુકસાન પહોંચાડી શકશે નહીં

આ સિવાય જો ન્યુઝીલેન્ડની ટીમ આગામી મેચ જીતે છે તો તેની જીતની ટકાવારી 66.66 થશે, જે ભારત કરતા ઓછી હશે. આ પછી ન્યુઝીલેન્ડે પણ 8 જૂનથી અફઘાનિસ્તાન સામે આગામી ટેસ્ટ સીરિઝ રમવાની છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જો ભારત આગામી મેચ જીતે છે તો ટીમ ઈન્ડિયાને પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી કોઈ નુકસાન નથી. પરંતુ બાંગ્લાદેશ ભારત પાસેથી આ તાજ છીનવી શકે છે.

બાંગ્લાદેશ ભારતનો તાજ છીનવી શકે છે

બાંગ્લાદેશની ટીમ WTC 2023માં 2 મેચ રમી છે, જેમાંથી એક મેચ જીતીને 50 ટકાની જીતની ટકાવારી સાથે ચોથા સ્થાને છે. બાંગ્લાદેશને 22 માર્ચથી શ્રીલંકા સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. જો બાંગ્લાદેશ સીરિઝની પ્રથમ મેચ જીતે છે તો તેની જીતની ટકાવારી 66.66 થઈ જશે. આ પછી જો બાંગ્લાદેશ 30 માર્ચથી રમાનારી બીજી મેચ પણ જીતે છે તો તેની જીતની ટકાવારી 75 ટકા થઈ જશે. આ સાથે તે WTC પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી જશે જ્યારે ભારતીય ટીમ બીજા સ્થાને સરકી જશે.

  • Follow us on: