- યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહનો ધોની પર આરોપ
- વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલ ધોની જાણી જોઈ સારી બેટિંગ ન કરી
- ધોની નહોતો ઈચ્છતો કે કોહલીના નેતૃત્વમાં ભારત વર્લ્ડ કપ જીતે
પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની પર નિશાન સાધ્યું છે. એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું, 'મારું લોહી હજી પણ ઉકળી રહ્યુ છે'. વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલ મેચમાં ધોનીએ જાણી જોઈને સારી બેટિંગ ન કરી જેથી ભારત કિવી ટીમ સામે હારી ગયું.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની પર નિશાન સાધ્યું છે. તેણે ન્યૂઝ18 હરિયાણા સાથેની પોતાની ખાસ વાતચીતનો જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે, 'મારું લોહી હજુ પણ ઉકળી રહ્યું છે. વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલ મેચમાં ધોનીએ જાણી જોઈને સારી બેટિંગ ન કરી જેથી ભારત કિવી ટીમ સામે હારી ગયું. તે ક્યારેય ઇચ્છતો હતો કે અન્ય કોઇ કેપ્ટન ભારત માટે વર્લ્ડ કપ ટાઇટલ જીતે.
જાડેજા રમી શકે તો ધોની કેમ નહી?
તેમણે કહ્યું, 'રવીન્દ્ર જાડેજા એક છેડેથી જબરદસ્ત હિંમત બતાવી રહ્યા હતા અને ભારતને લક્ષ્યની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે ધોની તેમની ક્ષમતા મુજબ રમી રહ્યા ન હતા. જો તે (ધોની) તેમની ક્ષમતાના 40 ટકા પણ રમ્યા હોત તો આપણે 48મી ઓવરમાં જ મેચ જીતી શક્યા હોત.

પૂર્વ ક્રિકેટરે કહ્યું, 'ચાલો તર્કની વાત કરીએ. જાડેજા જ્યારે બેટિંગ કરતા હતા ત્યારે એ જ બોલર અને એ જ વિકેટ હતી. તે સતત સિક્સર અને ફોર ફટકારી રહ્યા હતા અને આ ભાઈ (ધોની) તુ માર, પંડ્યા કો બોલે તુ માર. તેમણે બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જો જાડેજા આવીને રમી શક્તા હોય અને તે પણ રમી શક્યા હોત તો આપણે 48 ઓવરમાં જ મેચ જીતી ગયા હોત.
CSK માટે રમે છે ત્યારે સારું પ્રદર્શન કરે છે
યોગરાજે CSK માટે ધોનીની ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, 'જ્યારે તે CSK માટે રમે છે ત્યારે તે 15 બોલમાં 40 રન અને 20 બોલમાં 50 રન બનાવે છે. આ દરમિયાન તે જબરદસ્ત રીતે સિક્સર અને ફોર પણ ફટકારે છે. તમે ચેન્નાઈ સુપર કિંગ્સ જીતાડી શકો છો...
તમને જણાવી દઈએ કે સેમી ફાઈનલ મેચમાં ધોની 49મી ઓવરમાં 50 રન બનાવીને રનઆઉટ થયા હતા. છેલ્લા પૂંછડીના બેટ્સમેનોએ 24 રન બનાવવાના હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. કિવી ટીમે આપેલા 239 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 221 રનમાં જ ઢગલા થઈ ગઈ હતી. આમ આ રોમાંચક મેચમાં ભારતીય ટીમને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.