• યુઝવેન્દ્ર ચહલ IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર
  • 153મી મેચની 152મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી
  • મોહમ્મદ નબીની વિકેટ લઈને આ રેકોર્ડ પોતાના નામે કર્યો

પ્રતિભાશાળી બોલર યુઝવેન્દ્ર ચહલ પોતાની કારકિર્દીમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં ચહલે મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. યુઝવેન્દ્ર ચહલ IPL ઈતિહાસમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે. ચહલે તેની 153મી મેચની 152મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે 7મી ઓવરમાં મોહમ્મદ નબીની વિકેટ લઈને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

યુઝવેન્દ્ર ચહલની કારકિર્દી

ચહલે તેની IPL કરિયર 2013માં શરૂ કરી હતી. જેમાં તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. જેમાં તેણે 34 રન આપ્યા હતા. આ પછી તેણે 2014માં 14 મેચ રમી જેમાં તેણે 12 વિકેટ ઝડપી. આ પછી ચહલ સતત ચમકતો રહ્યો. તે વર્ષ 2015માં 23, વર્ષ 2016માં 21, વર્ષ 2017માં 14, વર્ષ 2018માં 12, વર્ષ 2019માં 18 અને વર્ષ 2020માં 21 વિકેટ ઝડપી હતી. આ પછી તેણે 2021માં 18 વિકેટ, 2022માં 27 વિકેટ અને ગત સિઝનમાં 21 વિકેટ લઈને ઘણા મહાન બોલરોને પાછળ છોડી દીધા હતા. તેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં 13 વિકેટ ઝડપી છે. IPLમાં તેની ઈકોનોમી 7.69 અને એવરેજ 21.39 છે.

ચહલ પર્પલ કેપ હોલ્ડર

ચહલ પર્પલ કેપની રેસમાં યથાવત છે. તે 2022ની સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. તેણે પર્પલ કેપ જીતી હતી. સ્પિનરે તેની સ્થાનિક કારકિર્દીમાં પણ મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેણે 2009માં અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં 34 વિકેટ લીધી હતી. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. ચહલ હવે રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. તે અગાઉ 2011માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. તે ચેમ્પિયન્સ લીગ T20માં પણ MIનો ભાગ હતો. ચહલ 2014થી આરસીબીનો ભાગ હતો. જો કે, બાદમાં ચહલને RCBએ જાળવી રાખ્યો ન હતો અને હવે તે 2022થી રાજસ્થાન રોયલ્સનો ભાગ છે.


  • Follow us on: