- ઝહીર ખાન ભારત પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી રમ્યો હતો
- ઝહીર ખાને વર્લ્ડકપ 2011માં 9 મેચમાં 21 વિકેટ ઝડપી હતી
- ઝહીર ખાને ઓક્ટોબર 2000માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું
ઝહીર ખાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મહાન ફાસ્ટ બોલરોમાંથી એક છે. ઝહીર ખાને જ ODI વર્લ્ડકપ 2011માં 9 મેચમાં 21 વિકેટ લઈને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે શ્રીલંકા સામે વર્લ્ડકપની ફાઇનલમાં 2 મહત્વની વિકેટ લઈને પણ ભારતીય ટીમની જીતમાં ફાળો આપ્યો હતો. તેણે ઓક્ટોબર 2000માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કરતા પહેલા ખાને અન્ય દેશ માટે પણ ક્રિકેટ રમી હતી.
ઓસ્ટ્રેલિયા માટે મેચ રમી હતી
એક શોમાં સ્કોટ સ્ટાયરિસ, ઝહીર ખાન અને બ્રેટ લી ચર્ચા કરી રહ્યા હતા, આ દરમિયાન સ્ટાઈરિસે ઝહીર ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સ્ટાયરિસે યાદ અપાવ્યું કે ઝહીર ખાને ઓસ્ટ્રેલિયા માટે તેની પ્રથમ મેચ રમી હતી અને જ્યારે ભારતીય દિગ્ગજને તે યાદ આવ્યું તો તે પણ હસવા લાગ્યો. સ્ટાઈરિસે કહ્યું કે તે પ્રથમ મેચમાં ઝહીર સામે રમ્યો હતો. સ્કોટ સ્ટાઈરિસે કહ્યું કે ઝહીર ખાન ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યો હતો, જેની મેચ ન્યૂઝીલેન્ડ સામે હતી. ન્યૂઝીલેન્ડના ક્રિકેટર સ્કોટ સ્ટાઈરિસે કહ્યું કે આ તેનું અપમાન છે કારણ કે ઓસ્ટ્રેલિયામાં જન્મ્યા હોવા છતાં તે આ દેશ માટે રમી શક્યો નથી.
ઝહીર ખાન ઓસ્ટ્રેલિયા માટે કેમ રમ્યો?
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી બ્રેટ લી પણ હાજર હતા. બ્રેટ લીએ ઝહીર ખાનને પૂછ્યું કે શું તે ઓસ્ટ્રેલિયા માટે રમ્યો તે સાચું છે. ખાને જવાબ આપ્યો, "તે દિવસોમાં એકેડેમી એડિલેડમાં હતી, પરંતુ બાદમાં તેને બ્રિસ્બેન શિફ્ટ કરવામાં આવી હતી. માઈકલ ક્લાર્ક પણ તે પ્રવાસમાં રમી રહ્યો હતો અને હું પણ તેની સાથે રમ્યો હતો."આ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રેક્ટિસ મેચ હતી, જેમાં ઝહીર ખાને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.