• તમારો પોતાનો નંબર લિંક રાખો
  • અન્યને અપાવેલો નંબર લિંક હોય તો તેને હટાવી દો
  • આધાર સાથે લિંક નંબરથી અયોગ્ય એક્ટિવિટી થશે તો દંડ કે જેલ થશે

આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે અને તેને તમામ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. નવી નોકરી કે શાળા-કોલેજથી લઈને ટ્રેન, ફ્લાઈટ ટિકિટમાં પણ તે જરૂરી છે. આ સિવાય સરકારી અને પ્રાઈવેટ કામમાં તેનો ઉપયોગ કરાય છે. પણ જો તમે આધાર સાથે ખોટું સિમ કાર્ડ લિંક કર્યું હશે તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે અને જેલ કે દંડની સજા થઈ શકે છે. તો ફટાફટ ઓનલાઈન પ્રોસેસથી જાણો તમારું કયું સિમ આધાર સાથે લિંક છે.

જો તમારા આધારની સાથે કોઈ નકલી સિમ કાર્ડ લિંક છે કે પછી તમે પોતાના આધાર કાર્ડની સાથે કોઈ અન્યને સિમ કાર્ડ અપાવ્યું છે તો તેને તરત ઓનલાઈન પ્રોસેસથી હટાવી દો. નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. કેમકે તમારા આધારથી લિંક મોબાઈલ નંબરથી કોઈ ક્રિમિનલ એક્ટિવિટી થાય છે તો તમારે જેલ કે દંડની સજા માટે તૈયાર રહેવું પડી શકે છે.

ઓનલાઈન પ્રોસેસથી જાણો આધારથી કયું સિમ કાર્ડ લિંક છે

  • તમારા આધાર કાર્ડ સાથે કયું સિમ કાર્ડ લિંક છે તે તમે ઘરે બેઠા ઓનલાઈન પ્રોસેસથી જાણી શકો છો.
  • સૌથી પહેલા તમારે આધારની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહે છે.
  • આ પછી ટોપ લેફ્ટ કોર્નર પર My Aadhaar ઓપ્શન જોવા મળશે. તેની પર ક્લિક કરો.
  • જો તમે મોબાઈલ પર આધાર વેબસાઈટ ઓપન કરો છો તો ટોપ લેફ્ટ કોર્નર પર થ્રી લાઈન્સ દેખાશે અને તેની પર ક્લિક કર્યા પછી My Aadhaar ઓપ્શન દેખાશે. તેની પર ક્લિક કરો.
  • સ્કોલ કરીને નીચે જશો તો તમને આધાર સર્વિસનું ઓપ્શન દેખાશે. તેની પર ક્લિક કરો.
  • આ પછી Verify Email/Mobile Number પર ટેપ કરવાનું રહેશે.
  • હવે તમે જોશો કે અહીં નવું પેજ ખુલશે. અહીં 2 ઓપ્શન દેખાશે. તેમાંથી મોબાઈલ ચેક કરવાના ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી આધાર કાર્ડનો નંબર ઉમેરો.
  • આ પછી મોબાઈલ નંબર નાંખવાનો રહે છે.
  • આ પ્રોસેસ બાદ કેપ્ચા કોડ દેખાશે તે ભરો.
  • જો તમારો મોબાઈલ નંબર લિંક છે તો નોટિફિકેશન મળશે કે રેકોર્ડ મેચ થઈ રહ્યો છે.
  • જો કોઈ અન્ય મોબાઈલ નંબર લિંક છે તો નોટિફિકેશન મળશે કે રેકોર્ડ મેચ થઈ રહ્યો નથી. 

  • Follow us on: