છોટઉદેપુરમાં શાકભાજીના વેપારીઓ રોષે ભરાયા. બજારમાં ઠેર-ઠેર ગંદકીના કારણે શાકભાજીના વેપારીઓ વેચાણ કરી શકતા નથી. વેપારીઓએ આ સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી હતી. છતાં કોઈ ઉકેલ ના આવતા શાકભાજીના વેપારીઓએ પાલિકા સામે મોરચો માડયો છે. યોગ્ય સુવિધા ના મળતા શાકભાજીના વેપારીઓ હડતાળ પર ઉતર્યા. રેલી કાઢી વેપારીઓ પાલિકા ઓફિસ પહોંચ્યા. ગંદકી મામલે વેપારીઓ પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કર્મચારીઓ સાથે બબાલ થઈ હતી. વેપારીઓ હડતાળ ઉપર ઉતરતા માર્કેટ બંધ રહેતા લોકો શાકભાજીથી વંચિત રહ્યા.


માર્કેટ બંધ રહેતા લોકોને હાલાકી

શાકભાજીના વેપારીઓએ પાલિકા સામે મોરચો માંડયો છે. વેપારીઓએ બજારમાંથી ગંદકી દૂર ના થતા અને પૂરતી સુવિધા ના મળતા આજે શાકભાજી માર્કેટ બંધ રાખ્યું. વેપારીઓનો આક્ષેપ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાતો થાય છે, સ્વચ્છ ગુજરાત ફક્ત બોલવામાં આવે છે. પરંતુ જાહેર સ્થાનો પર સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. જે શાકભાજી ખાઈને લોકો પોતાની તંદુરસ્તી સાચવતા હોય છે તેનું વેચાણ ગંદકીમાં નીચે જમીન પર બેસીને અમારે કરવું પડે છે.

નગર પાલિકાના કર્મચારીઓ સાથે બબાલ

ગઈકાલે શાકભાજી વેપારીઓ અને નગર પાલિકાના કર્મચારીઓ વચ્ચે થઈ હતી તું તું મેં મેં. શાકભાજી વેચતા વેપારીઓએ સવારના પહોરમાં માર્ચ કરી નગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ગંદકીમાં અને નીચે જમીન પર બેસાડતા હોવાનો શાકભાજી વેચતા વેપારીઓએ કર્યો આક્ષેપ. વેપારીઓએ અચોક્કસ મુદત સુધી શાકભાજી માર્કેટ બંધ રાખ્યું હતું. પાલિકાના કર્મચારીઓ સાથે આજે વહેલી સવારથી શાકભાજી માર્કેટ બંધ રહેતા લોકો શાકભાજી માટે અટવાયા. જયાં સુધી સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી શાકભાજીના વેપારીઓ હડતાળ બંધ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.

  • Follow us on: