ગુજરાતમાં વાતાવરણમાં સતત થઈ રહેલા પલટા અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક માટે તાકીદનું 'નાઉકાસ્ટ' એલર્ટ જાહેર કર્યું છે. આ વિશેષ બુલેટિન અનુસાર સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આગામી કલાકોમાં વરસાદી માહોલ

હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આગામી કલાકોમાં વરસાદી માહોલ વધુ ઉગ્ર બની શકે છે, જેના કારણે આ તમામ વિસ્તારોમાં યેલો એલર્ટ જેવી સ્થિતિ રાખવામાં આવી છે. 

દમણ, દાદરાનગર હવેલી તેમજ નવસારી જિલ્લામાં વરસાદ

આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી તેમજ નવસારી જિલ્લામાં પણ આગામી 3 કલાક દરમિયાન તેજ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. સવાર-સવારમાં જ આ વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે વલસાડ જિલ્લામાં તો વરસાદ પણ હાલ પડી રહ્યો છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?



  • Follow us on: