દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં આવેલા મીરાખેડી ગામે પહેલા જ વરસાદમાં વિકાસની કામગીરી વિનાશ નોતરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દેશના મહત્વાકાંક્ષી 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર'ના નિર્માણમાં રાખવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે આજે આખું મીરાખેડી ગામ અને તેના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
હાઇવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ આડેધડ કામગીરી કરવામાં આવી હોવાથી વહેલી સવારના વરસાદમાં જ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે.













