વડોદરા જિલ્લાના ડેસર પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓની કથળેલી સ્થિતિ સામે આવી છે. ડેસર તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે કરડ નદી પર આવેલો અને ધનતેજ તથા સધાપુરા ગામને જોડતો મહત્વનો કોઝવે પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો છે.
માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ
ડાઈવર્ઝન પાસેનો આ મુખ્ય કોઝવે તૂટી જતાં માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે કરડ નદી પરનો આ આખો માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.













