બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન 56 વર્ષના થઈ ગયા છે. સૈફ અલી ખાન પોતાની પત્ની અને એક્ટ્રેસ કરીના કપૂર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન કપલના બંને બાળકો પણ તેમની સાથે જોવા મળ્યા હતા
પટૌડી પરિવારના નવાબ સૈફ અલી ખાન જ્યાં પણ જાય છે, ત્યાં પોતાની સ્ટાઇલ અને ડેશિંગ અંદાજથી લોકોનું ધ્યાન ખેંચી લે છે. ફરી એકવાર તેમનો શાનદાર લુક ચર્ચામાં છે
એરપોર્ટ પર સૈફ અલી ખાન ખૂબ જ ડેશિંગ અને ક્લાસી અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે વ્હાઇટ લિનન શર્ટ સાથે બેજ કલરની ટ્રાઉઝર પહેરી હતી, જેનાથી તેમનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો
સૈફ અલી ખાન તાજેતરમાં પોતાના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમનો ડેશિંગ અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો, જેણે ફરી એકવાર ફેન્સનું ધ્યાન ખેંચી લીધું
એરપોર્ટ પર કરીના કપૂરે પોતાની સ્ટાઇલિશ અદાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન તેણે વ્હાઇટ કલરનો કુર્તો પહેર્યો હતો, જેને તેમણે બ્લુ ડેનિમ જીન્સ સાથે પહેર્યો હતો
આ દરમિયાન સૈફ અને કરીનાએ પાપારાઝીને અનેક શાનદાર કૅન્ડિડ પોઝ પણ આપ્યા હતા, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સૈફ ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ હૈવાનમાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.