સામંથા રૂથ પ્રભુની છેલ્લી ફિલ્મ મા ઇન્ટિ બંગારમ હતી, જેણે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ પોતાના નામે ઘણા મોટા રેકોર્ડ પણ કર્યા હતા. હવે ટૂંક સમયમાં સામંથા માતા બનવાની છે
સામંથા રૂથ પ્રભુએ થોડા સમય પહેલાં જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે જીવનના આ નવા તબક્કાને ખૂબ એન્જોય કરી રહી છે. હાલમાં અભિનેત્રી પોતાના પતિ રાજ નિદિમોરુ સાથે વેકેશન પર છે
આ દરમિયાન તેણે પતિ સાથેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોના કેપ્શનમાં તેણે લખ્યું, ફક્ત અમે...સાથે બાળકનું ઇમોજી પણ મૂક્યું હતું
સામંથાએ ડિનર ટેબલની તસવીરો પણ શેર કરી છે, જેમાં તે પોતાના ફેવરિટ ફૂડનો આનંદ માણતી જોવા મળી રહી છે. સામંથાની તસવીરો પર ફેન્સ પણ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે
એક તસવીરમાં સમંથા રૂથ પ્રભુ રસ્તાની વચ્ચે પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
આ દરમિયાન તેણે એકદમ કમ્ફર્ટેબલ લુક રાખ્યો હતો. 39 વર્ષની અભિનેત્રી ખૂબ ફિટ છે અને પ્રેગ્નન્સી દરમિયાન પણ જિમ જવાનું ક્યારેય છોડતી નથી
આ સાથે અભિનેત્રીએ પતિની કેટલીક અનસીન તસવીરો પણ શેર કરી છે, ફેન્સ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.