વરસાદનું આગમન, ડાંગના સાપુતારામાં સર્જાયા મનમોહક દ્રશ્યો

લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ આખરે સાપુતારા અને તેના તળેટીના વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે

આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું, તેવન પવન હિલ સ્ટેશન તેમજ ઘાટ માર્ગો પર જોરદાર વરસાદી ઝાપટાં શરૂ કરતા ધોધમાર વરસાદ વરસ્યો

વરસાદના આગમન સાથે જ ડાંગના ડુંગરાળ પંથકની કુદરતી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને ચારેય તરફ લીલીછમ ચાદર છવાઈ ગઈ છે

પહાડો વચ્ચેથી પસાર થતી વાદળોની ફોજ અને આ નયનરમ્ય નજારો જોઈને સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓ રોમાંચિત અને ખુશખુશાલ થઈ ગયા છે

ડાંગ પંથકમાં ઠંડા પવન સાથે વરસાદ વરસવાના કારણે સમગ્ર વાતાવરણમાં એકાએક અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે અને પ્રવાસીઓને ગરમીથી રાહત મળી છે.

વરસાદના આગમન સાથે સાપુતારામાં પ્રકૃતિ ખીલી ઉઠતાં સહેલાણીઓ માટે હવે સાપુતારાના મનોહર ઝરણાં અને હરિયાળા ઘાટ માર્ગો પર ફરવા નીકળી પડયા

More Web Stories

કુબેર ભંડારી મંદિર, ધન અને સમૃદ્ધિના દેવ, ભોલેનાથના દર્શનનો ભક્તોએ લાભ લીધોગાંધીનગરના માણસામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીસોમવતી અમાસ, કુબેર ભંડારી અને મહાકાળી માતાજીના દર્શનનો મહિમાકુબેરેશ્વર મહાદેવ મંદિર, સોમવારના દિવસે કરો શ્રૃંગાર આરતીના દર્શનView All